Pages
અમારું દર્પણ
November 7, 2020
April 4, 2020
March 10, 2020
શ્રી કરદેજ કન્યાશાળા આયોજિત ધમાકેદાર અને રંગારંગ કાર્યક્રમ
💐🐋🤗🦚🦋🌻🎄🎯🎍⚡
ત્રિદિવસીય બાલ આનંદ મેળો
🐟🦋💐🎍🌷💫🌴👑
કરદેજની ઢીંગલીઓ દ્વારા સર્જનાત્મક અને જ્ઞાન ગમ્મતનો અનેરો અવસર
🌴🥳🤩🦚🐟🐠🌳🌺🌸🌷🌹
કાર્યક્રમની રૂપરેખા👇👇👇
દિવસ-૧ 💎 ૧૧/૦૩/૨૦૨૦
ગુજરાતની સૌપ્રથમ શાળાકીય વેબ પોર્ટલનું ઉદ્ઘાટન
સરકારી પ્રા.શાળાની પોતાની એન્ડ્રોઈડ એપ્લીકેશનનું ઉદ્ઘાટન
ગુજરાતની સૌપ્રથમ શાળાકીય ડીજીટલ પેપરલેસ બચત બેન્કનું ઉદ્ઘાટન
કયું.આર.કોડ વાળા આઈકાર્ડના નવીન પ્રયોગનું ઉદ્ઘાટન
સમય:- સવારના ૯ કલાકથી ૧૧:૩૦
💖💓💞💕🎁🎊🎉🛍🪂
અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન ભાવેણાના રાજવી નેક નામદાર મહારાજા સાહેબ શ્રી રાઘવેન્દ્રસિંહજી બાપુ(રઘુ બાપા) અને મહારાણી સાહીબા શ્રીમતી પુનિતાબાના વરદ્દ હસ્તે 💪💪💪
સાથે ગામ-પરગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
🏋♂🥇🧘🏻♂🎁🍒🍇🍉🎖🏵🎨🎗
દીકરીઓના કસબી હાથો વડે તૈયાર થયેલા હેન્ડીક્રાફટના બેનમૂન નમૂનાઓનું પ્રદર્શન :-
સવારના ૯ થી ૧૧:૩૦
🌺💪🌷🦋🌹👍🎄🌻🦆🌴
ખાસ સોફ્ટવેર દ્વારા તૈયાર કરેલી ડીજીટલ ક્વીઝ વડે જ્ઞાન ગમ્મતની કસોટીઓ :- બપોરે ૨ કલાકે
🌄🌅🌌🌃🎇🎆🔭
આકાશ દર્શન :- અદ્યતન ટેલીસ્કોપ વડે ખગોળીય રહસ્યો દીકરીઓની આંગળીઓના ટેરવે રાત્રે ૮ કલાકથી
🦋🥳🐣🌺🎄🎯🌈🌳🦚
સર્પ નિદર્શન અને પર્યાવરણ બચાવ માટે ખાસ સેમિનાર-દીકરીઓને નિર્ભય બનાવવાનો અનન્ય ઉત્સાહ સવારે ૯ કલાકથી
🌺💫🎍👑🤩🐥🥳🌳🦚🌈
દિવસ-૨ 🦋 ૧૨/૦૩/૨૦૨૦ 👇👇👇👇
રંગ કસુંબલ લોક ડાયરો સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં લોક સંગીતનો જલસો
🤗💐💪🌷🌹🌸👍🎄
કલાકાર:- સુર સમ્રાટ શ્રી કાળુભાઈ ચૌહાણ-લોક ગાયક
હાસ્ય કલાકાર ;-જોરૂભા ડોડીયા ,- પ્રસિદ્ધ લોક સાહિત્યકાર ;- ધર્મદીપસિંહ ગઢવી
🦚💪🌳🌈🌺🌺🎄🐟🌸
વાનગી મેળો :- ઢીંગલીઓના સ્વાદિષ્ટ કરકમલ વડે તૈયાર થયેલી ૨૫ જેટલી ગુજરાતી,પંજાબી,ચાઈનીઝ અને કોન્ટિનેટલ વાનગીઓનો રસથાળ નજીવા મુલ્યે ગ્રામજનો અને વાલીઓ માટે -૨૫ સ્ટોલ થકી નાનકડી રસોઈ રાણીઓનું કૌવત સાદર પ્રસ્તુત
🦋🤩🌻👌🙏🦆🐥💪🌷🥳⚡
દીકરીઓના કસબી હાથો વડે તૈયાર થયેલા હેન્ડીક્રાફટના બેનમૂન નમૂનાઓનું પ્રદર્શન :-સવારના ૯ કલાકથી
👍🐣🎄🤗🌻🦆🌴🥀💐
રાત્રી વાલી મીટીંગ :- વાલીઓને ડીજીટલ ઇનોવેશનની સમજણ અને ઉપયોગીતાનો ડેમો સાથે બાળવિકાસના મર્મી તજજ્ઞો દ્વ્રારા વાલીઓ સાથે સુરીલો સંવાદ અને માર્ગદર્શન રાતના ૮ કલાકથી
🌹🌷🦋🥳👇💪🦋🌷🌹
કરદેજના ગ્રામજનો,વાલીઓ અને બાળકો માટે વિનામુલ્યે 3D પિક્ચરની મજા પ્રોજેક્ટરના માધ્યમથી રાત્રે ૮:૩૦ કલાકથી
દિવસ-૩ 💐 ૧૩/૦૩/૨૦૨૦👇👇👇👇👇👇
🥍🏑🏒🤼♀🏋♂🏄🏼♀⛹♀🏌♂🥇🧘🏻♂
૪૦ થીવધારે ખાસ ડીઝાઈન કરેલી એક મીનીટની સ્પર્ધાઓ દ્વારા બાળ રમતોત્સવ – મન અને ચિત્તને ધારદાર કરવાનો વિશેષ ઉપક્રમ સવારના :૭:૩૦ કલાકથી સ્થળ શીતળા માતાજીનું મંદિરનું મેદાન-કરદેજની દીકરીઓ ,વાલીઓ,આગેવાનો અને અને ગ્રામજનો એક સાથેં રમશે ઉલ્લાસપૂર્ણ રમતો ગામના આંગણે
🌳🦚🌈🌴🎯🐟🌺🌸🦋
તમામ રમતો અને સ્પર્ધાઓમાં વિજેતા થયેલી દીકરીઓને મહેમાનોના વરદ હસ્તે ઇનામ વિતરણ
💐🎂🍇🍒🍅🍓🍎🍟🍔🌭
શાળાની ઢીંગલીઓ માટે DJ ના તાલે ગરબાની રમઝટ શાળાના આંગણે સાંજે ૪ કલાકથી
🎖🏅🥉🥈🥇🏆🎗🥉🎖
સૌને આ કાર્યક્રમમાં પધારવા અને અમારી શોભા વધારવા હૃદયના ઉમકાળથી આમંત્રણ છે.
🏹🪁⛳🥅🎯🎻🎸🪕🎤
આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોનો અભૂતપૂર્વ સહકાર ખરેખર વંદનીય છે
💓💞💕❣🧡💛💖🆗🔝🔜
આવો છોને ? મૂલ્યવાન મેળાવડામાં મ્હાલીએ, મોજથી મળીએ
💎🔫🧲🛡🗝🔑🛍🎉🎊🎁
નિમંત્રક અને આનંદના અભિલાષી
🛩🛬🛫✈🚀🛰🚁⚓🎡🏟
શ્રી કરદેજ કન્યાશાળા પરિવાર
મુ.કરદેજ તા.જી.ભાવનગર
📞☎
સંપર્ક સૂત્ર 9638713080

January 2, 2020
અંગ્રેજી રમત ક્રિયાપદો અને એક્ટિંગ...રમતા રમતા જ્ઞાન ગોષ્ઠી
*શ્રી કરદેજ કન્યાશાળા* માં
*અંગ્રેજીનો આનંદ ઉત્સાહવર્ધક એક્ટિવિટી દ્વારા*
🍿🍩🏂🪁⛷🎖🎗🪂🏵🏏
*ભાર વગરનું અંગ્રેજી ભણતર-ખરા અર્થમાં*
*વિલાયતી ભાષાને રમતી અને ગમતી કરવાનો મારો શોખ*
🍭🦜🐣🏸🏃♀🦋👉🍅🍿
*રમતા રમતા ભણવાનો અને ભણતા ભણતા રમવાનો અમારો અનેરો અને અવિરત ઉપક્રમ પ્રેરક અને આનંદદાયક બની રહે છે.*
🦚🦜🥇🍫🌺🏓👇⛄🤴🙀🦜🌹
*ધોરણ ૭માં પાઠ ૧માં આવતી ક્રિયાપદો અને એક્શન વર્બ એક્ટિવિટી ખૂબ જ ઉલ્લાસપૂર્વક રમવામાં આવી...દીકરીઓએ ખૂબ જ તત્પરતા અને આનંદપૂર્વક ભાગ લીધો.*
🍭🏒🐣🏸🏃♀🏹🦚👨🦯🏓
*ઉમદા ઉદ્દેશ*👇👇👇👇
👉 *આ પ્રવર્તિઓ દ્વારા શિક્ષણકાર્યથી બાળકોમાં ખૂબ જ વિષય પરત્વે રસ જોવા મળ્યો જે ખૂબ જ પૂરક સાબિત થાય છે અને અંગ્રેજી વિષય ગમતો અને સહેલો લાગે છે.*
🐅🐤🦁🐯🥪🌹🌽🪁🏂🦚
👉 *ક્રિયાપદો અને એક્શન વર્બનો પરિચય રમતા રમતા થાય છે અને તેનો અર્થ જાણીને અને વ્યવહારમાં ઉપયોગ કરતા થાય છે.*
🏉🏒🏹🤸♂🍩⛷🎖🎗🏏🏵
👉 *બાળકોને ચિઠ્ઠીમાં લખેલ એક્શન અને એક્ટિંગ કરવાની હોય તેથી તેમની શરમ અને સંકોચ દૂર થાય છે જે બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ નિર્ણાયક બને છે.*
👨🦯🏓🐣🦜🍭🪂🤸♂🏹🏏
👉 *બાળકો સરળતાથી અંગ્રેજી વાંચન અને અંગ્રેજી બોલવાનો મહાવરો કરી શકે છે અને અંગ્રેજી પ્રત્યેનો હાઉ અને ડર દૂર થાય છે.*
🪂🍭🦜🐣🦜🍭🪂🤸♂🏹🏏
*અને ખાસ બાળકોને (મારા) કંટાળાજનક પિરિયડમાંથી આ ગેમ પૂરતી મારા બકવાસ અને કસક્સવાળા શિક્ષણકાર્યમાંથી મુક્તિ મળે છે.*😛😛😛
🌹🍭🏒🦜🐣🏸🏃♀🏹
*ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ધોરણ ૬થી૮ ની તમામ લાડકી દીકરીઓને ખોબલે ખોબલે મારા અભિનંદન*
🙈🙉🙊🙊🙉🙈🙊🙉🙈🙊👇👇
*ક્લાસમાં કાયમ ચૂપ અને મૂંગીમંતર રહેતી તમામ દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ રજુઆત કરે છે એ જોઈને હૈયું સંતોષ અને આનંદની હેડકી ખાય છે એ આ વીડિયો અને ફોટામાં જોવા લાયક છે.... અચૂક નિહાળજો.*
🦋🐅🐤🦁🐯🥪🥕🍅🌽🍿🍩🍪
*ગામડાના બાળકોના ભાષાદોષ,લોકબોલી અને શબ્દદોષ સુધારીને વાંચવા અને સમજવા સાદર અનુરોધ...)*
🏹🏒🏉🏏🪂🤸♂🏂🪁⛷🎖🎗🏵
*ગમતાનો ગુલાલ-નિત્ય નૂતન*
*આ ગેમ અને એક્ટિવિટીની ચિઠ્ઠી આપ સૌ શિક્ષકો માટે સપ્રેમ ...નીચેની લિંક પરથી મેળવજો* 👇👇👇
https://drive.google.com/open?id=1BZXYT-inP-4dccbZddIvqnyhUN8w6jNnosEoiWZblrU
*રોહિત ચૌહાણ*
*અંગ્રેજી શિક્ષક*
*શ્રી કરદેજ કન્યાશાળા*
*(તા.જી.ભાવનગર)*
*મો.નં. -9638713080
July 25, 2019
ઉત્સાહપૂર્વક અંગ્રેજીની ચિઠ્ઠી રમત રમતી અમારી ઢીંગલીઓ
આજે શાળામાં રમતા રમતા અંગ્રેજી શીખવવા માટેની અઢળક પ્રવૃતિઓમાંથી Chit Ball Dish Ball ગેમ રમાડવામાં આવી જેમાં અગ્રેજી શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪૦ અલગ અલગ સામાન્ય સુચનો અને પ્રશ્નોવાલી ચિઠ્ઠીઓને એક ગ્લાસ નીચે મુકીને તેના પર એક થાળી મુકવામાં આવી અને બાળકોના બે ગ્રુપ દ્વારા (એક મીડીયમ લર્નર અને એક હોશિયાર બાળક,જેથી એક બીજાનેશીખવી શકે) અમુક ચોક્કસ અંતરથી દડાને ફેંકીને ગ્લાસન અને થાળીને જો પાડી દેવામાં આવે તો ગ્લાસની નીચે રહેલી ચિઠ્ઠી તે ગ્રુપને આપી દેવામાં આવે જેમાં એક અંગ્રેજીની ધોરણ અને બાળકોના લેવલ મુજબ એક સામાન્ય પ્રશ્ન લખેલો અહોય જેનો બલકે શક્ય એટલી ઝડપથી ચિઠ્ઠીની પાછળ જવાબ લખીને શાળાના અંગ્રેજીના શિક્ષકને બતાવવામાં આવે અને જો જવાબ સાચો હોય તો ફરીવાર તે ગ્રુપને બોલ આપવામાં આવે આવી રીતે ૧ કલાકના અંતે જે ગ્રુપના બાળકો સૌથી વધારે સાચા જવાબવાળી ચિઠ્ઠી ભેગી કરે અને સૌથી વધારે સાચા જવાબ આપે એ ગ્રુપને શાલાની પ્રાર્થના સભામાં અંગ્રેજી શિક્ષક તરફથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર ગ્રુપને સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવે છે.બાળકોએ ડર વખતની જેમ જ આ રમતમાં જે જુસ્સાપુર્વક ભાગ લે છે એ ખુબ જ આનંદની વાત છે.......રમતા રમતા ૧૪૦ પ્રશ્નોના જવાબ મળી જાય,બાળક અંગ્રેજીનું અર્થઘટન કરતુ થાય,પીયરગ્રૂપ લર્નિંગ દ્વારા સૌ રમે સૌ શીખે ના મંત્રનાદ સાથે જ્ઞાન અને ગમ્મત વાળી અંગ્રેજીની રમત શાળા કાર્યમાં ખુબ પરિણામ વર્ધક સાબિત થઇ છે.
આ ચિઠ્ઠીઓની પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
July 12, 2019
જન્મદિવસ શુભેચ્છા કાર્ડ -ઉલ્લાસ અને આનંદની ક્ષણો બહેનપણીને સંગ
આનંદની પળો, ઉલ્લાસની ક્ષણો - સર્જકતા સંગ
👑🎓🦋🌾🐚🎍🌸🌺
શ્રી કરદેજ કન્યાશાળા ની દીકરીઓએ બહેનપણીને જન્મદિવસ માટે રંગીન કાગળો અને સંગીન ઉત્સાહ સાથે શુભેચ્છા કાર્ડનું સર્જન કર્યું અને આ નિત્ય ક્રમ બનશે અને હવેથી રોજ પ્રાર્થના કાર્યક્રમમાં બર્થડે ગર્લ ને દીકરીઓએ લાડ થી બનાવેલા કાર્ડ થી બહેનપણીનો જન્મદિવસ તેમના માટે કૃષ્ણ જન્મોત્સવ જેવો યાદગાર બની રહે એ માટે અનુકરણીય અને પ્રેરક કામગીરી કરવા માટે અમે સર્વે હોનહાર દિકરીઓ ના ખરા દિલથી આભારી છીએ..... આ બધી જ ટબુડીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.
🥳🧚♂🕺🏻🧤👑🦋🐋🦚🦜
૬ થી ૮ ધોરણની તમામ દીકરીઓએ મારો પડ્યો બોલ ઝીલ્યો અને સર્જકતાની પ્રેરક કેડી કંડારી.અમારી શાળાની આ હોનહાર દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કામ કરે એ જોઈને એક શિક્ષક તરીકે હર એક વખતે પાશેર લોહી ચડે છે💪💪💪
આ ઉમદા અને ઉત્સાહપૂર્ણ કાર્ય માં જરૂરી તમામ મટીરીયલ સ્વખર્ચે પૂરું પાડવાનું મને સૌભાગ્ય મળતું રહે છે એ મારા ઉત્સાહને પણ ઉર્ધ્વગામી બનાવે છે એ ઈશ્વર કૃપા જ કહેવાય....🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
મો.નં.- 963871380

Subscribe to:
Posts (Atom)