🌷🌷શાળાની દિકરીઓનું અઢળક દિવાળી કાર્ડ નું અભૂતપૂર્વ અદ્ભૂત અને અદકેરું સર્જન💐💐
🎯💫💎💥 * દિકરીઓએ રજાના દિવસોમાં યોજ્યો સ્વયં સર્જન સેમિનાર અને કલાના કામણ પાથર્યા અને કરી કસબી કમાલ🏵🌺🥁
👇👇 આ વાંચીને નવાઈ લાગશે🥁🥁
👉⛳🤹♀ દિકરીઓએ રજાના દિવસે શાળામાં દિવાળી કાર્ડ સર્જનનો અનોખો કાર્યક્રમ સ્વયંભૂ યોજ્યો અને 223 રંગીન અને મનોરમ્ય દિવાળી કાર્ડનું સર્જન કર્યું.🏅🎗
🥊🥊 શાળાની ધોરણ ૬ થી ૮ તમામ 163 દીકરીઓને ઘરે બેઠા બંધ કવરમાં પોસ્ટ (ટપાલ) દ્વારા મળશે દિકરીઓએ બનાવેલા દિવાળી કાર્ડ 📬📪
💐🌷🌺 શુભેચ્છાઓ શોભશે કરદેજના દ્વારે દ્વારે💓💓
🎗👉 દિકરીઓએ માત્ર બે જ દિવસમાં સર્જન કર્યું બેનમૂન કાર્ડઝનું
🖊💎🏅 કુમળા કર વડે કરી કમાલ
🐥🏵⛳ તમામ કાર્ડઝમાં દરેક દીકરીના નામ સરનામાં અને શુભેચ્છાઓ સાથેના કમ્પ્યુટરાઈઝ કવરનું પણ સર્જન કર્યુ.
🥊🎯💎 કરદેજમાં મ્હાલશે કલરનો કલરવ આંગણે આંગણે🤹♀📌🎊
🌈🏅🎈 કવરની એક બાજુ છે શાળાની તમામ પ્રવૃતિઓ અને વિધવિધ ઇનોવેશનની અખબાર નોંધના વિગતવાર પ્રિન્ટેડ સમાચાર🖋🖊
🌈🏵 કરદેજમાં ટમકશે તાદશ્ય તરવરાટ તોરણે તોરણે💓🍧🌈
🌹🌴 આચાર્ય,સ્ટાફ,સી.આર.સી કૉ.,બી.આર.સી. કૉ.,કે.નીરીક્ષક અને વિવિધ ગામના વિવિધ આગેવાનોને પણ પોસ્ટમાં મોકલવામાં આવશે નૂતન વર્ષની ભાવવંદનાથી તરબતર દિકરીઓનું આ કાર્ડઝનું નવલું નઝરાણું🍬🍧
🎯🏅🎈 આ કાર્ડઝના સર્જનમાં સમગ્ર કાર્યક્રમ માટે પ્રેમ,પ્રોત્સાહન, માર્ગદર્શન અને સમય (રજાના દિવસે) અને આવશ્યક અઢળક રંગીન કાગળો,સ્ટોન,ટીકી,સ્કેચપેન,પ્રિન્ટેડ કવર,પોસ્ટલ સ્ટેમ્પ અને તમામ મટીરીયલ્સ અને શાળાના અંગ્રેજી શિક્ષક રોહિતભાઈ ચૌહાણ દ્વારા સ્વ ખર્ચે પુરૂ પાડવામાં આવ્યું છે એ વિશેષ ગર્વ અને આનંદની વાત છે.👍💫💪🤹♂🏆🤸♂⛷🏹
🌹🎊 દૈદીપ્યમાન દીકરીઓના દિલદાર દૈવત્વ અને દરકાર દ્વારા દાખલારૂપ સમર્પણ અમારા સૌ માટે દીવાદાંડી બની રહી છે🤸♂🤹♀💓🏵
🏹🌈🍧 અંતરની આકાંક્ષાઓ અને અનુપમ ઉજાસને દિશા સૂચન અને પથપ્રદર્શન થકી સંસ્કાર ઘડતરનું અમારું સપનું *સફળ અને સુફળ થતું
જોઈને અંતર મનોમન ઓવારણાં લે એ અમારો અકલ્પનિય આનંદ બની રહ્યો છે. દીકરીઓને ઘણી ખમ્મા💓💓🌈🌈
🎈🍬🌴આ નવલા સર્જનમાં શાળાની પ્રતિભાશાળી,ધગશવાન, કર્મઠ,કર્તવ્યપરાયણતાની સાક્ષાત વામન મૂર્તિઓ સમાન શાળાની હોનહાર દીકરીઓ ખમળ રિદ્ધિ,ડાંગર ધારા,ડાંગર મનાલી,ખમળ શિવાની, અને ખમળ ક્રિશા વિ.નો આ અનુપમ ઉત્સાહ અને જબરજસ્ત જુસ્સો એ અમારા શાળા પરિવાર માટે માઇલસ્ટોન અને અનુકરણીય બની રહ્યો છે એ વિશેષ અભિનંદનને પાત્ર છે. શાળાના
🍬🎈વિવિધ કામ સબબ દોડાદોડી કરીને ઉત્સાહવર્ધક હૂંફ પુરી પાડવા બદલ મ.ભો.યો.સંચાલક અને શાળાના ડી સ્ટાફ શિક્ષક 😄 અને સેવાભાવી હમદર્દ અને બાલપ્રેમના મર્મી નિલેશભાઈ મકવાણા ની સેવાભાવનાને પણ અભિવંદિત કરીએ છીએ.💪💪
🌹💓🌈 અમારી લાડકડી સૌ બાલિકાઓને અંતરથી આશિષ અને અભિનંદન સહ આભાર🎗🌺💐
💎💪🍬🎈આ નાવીન્ય વિચારબીજના પ્રણેતા અને દીકરીઓના ઉત્સાહ અને જુસ્સાને પોતાના પ્રેમભાવ અને સંવેદનાસભર સ્વભાવ થકી ફળદાયી અને ફળીભૂત કરનાર શ્રેયાન ઉદારદિલ અને ઉત્સાહી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ ને નત મસ્તક સલામ અને દિલથી અભિનંદન.🌷💐💓
🎬🛰👇👇 તમામ ફોટાઓ ધ્યાનથી નિહાળજો.
✊🏃♀👑 શાળાની દિકરીઓનું ઉત્સાહ અમૃત એ અમારા માટે અર્જુનનું ગાંડીવ બની રહ્યું છે.🏹🏹
એ જે મોરી
આચાર્યશ્રી
કરદેજ કન્યાશાળા
(તા.જિ.-ભાવનગર)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhiSwmP_Phez8Fvf_BK4pc098x2BYf2d2cf21WYPmnj5GZrI_7ocfTPl8W8YHUt7eyLF5381vfJ7iwzsfTkOcb6f7Oajcb6A5LNQydru17eNWfmDP9yJVhkgpwKP5DOo1BHRAxBm0EdnsM/s320/IMG_20181103_105944.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh8PfMYTdfaq7gVKSk891fOnpOE5tlUcQJfV9SHBSuV-ul3yktfODzhpi3F-tGb21Vz-NplNr8bhXKRXOFk8MtzK3e3Gsi9DSvCw8Mj479GdO89L195g7QoD5jNNHo11KKjf91mqKuutpM/s320/IMG_20181103_110313.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiJuT9k83sfV9tdKAhgiKZ6AF6YBZwbQB7FRlk1HDrZJMbdMSvFla2OBiDfRRBGZRrlaTkYPQBZmp0ASe0LF_X34bHm-O4tCu-w0LawuZGHlTxjpVVrM1J4fdyaSH8wimXX5O9BoixazsE/s320/IMG_20181103_111332.jpg)
No comments:
Post a Comment