Pages
અમારું દર્પણ
March 11, 2019
એન્ડ્રોઇડ એપ્લીકેશન ડીજીટલ ડાયરી
શ્રી કરદેજ કન્યાશાળા એ લોન્ચ કરી સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ડિજિટલ કલાસ માટેની ડિજિટલ ડાયરી
શ્રી કરદેજ કન્યાશાળાના અંગ્રેજી શિક્ષક રોહિતભાઈ ચૌહાણની એક અદકેરી અને અનુપમ એન્ડ્રોઇડ એપ્લિકેશન
🌺💥🥳🦚🦜🏂⛄🔆🤾🏻♀🏹
શ્રી કરદેજ કન્યાશાળા (તા.જી.ભાવનગર) એ સરકારી પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડિજિટલ ઇનોવેશન (અમારી એક જ શાળામાં 18 ડિજિટલ ઇનોવેશન અને ગુજરાતમાં સૌ પ્રથમ કેટેગરીના 6 ઇનોવેશન સમગ્ર ગુજરાતમાં પ્રથમ )કરીને દીકરીઓના *ડિજિટલ ઘડતર માટે સુવિખ્યાત છે ત્યારે હાલમાં જ અમે દીકરીઓના વાલી અને બાળક ઘરે બેઠા જ શાળાની તમામ કામગીરી કરી શકે એવી નવીન પ્રકારની એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરીને શિક્ષણમાં એક નવી કલગી ઉમેરી છે.
🕺🏃♀🎓🎒🦅🦋🦚🦚
આ એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશિષ્ઠ હોવાના કારણો અને પુરાવા 👇👇👇
🦚🏹🌷🌹 એક ઝલક સુવિધાની 👇👇
👉👉 બાળક સાથે જીવંત અને અવિરત સંપર્ક માટે ખાસ ડિઝાઇનવાળું અને સહેતુક મેસેજ મેનુ જેમાં વોટ્સઅપ-ટેલિગ્રામ જેમ જ બાળક સાથે ટુ-વે કમ્યુનિકેશન. શિક્ષક મોકલી શકશે મેસેજ જેમાં ફોટા,વિડીયો,ઓડિયો,પીડીએફ,લિંક,વર્ડ,એકસેલ અને તમામ ફોર્મેટ આપ લે કરવાની નવીનતમ સગવડ 🥎🎯💯🕹🧭🎓
બાળક કરશે દિલની વાત જે જોવા મળશે માત્ર શિક્ષકને ડાયરેકટ એડમીન એપમાં
શિક્ષક બધાને એક જ ક્લિકમાં મોકલશે મટિરિયલ્સ જે બાળકને વ્યક્તિગત મળશે.
બાળકને તમામ મટીરીયલ મળશે ઘરે બેઠા
📞📡🎯♟🛎🔗
સંપર્ક સેતુનો શ્વાસ અને સહવાસ સતત અને સતેજ
🏹🦜🌺🥳🤗🤝🌈🤸♀
👉 શાળાની તમામ સૂચનાઓ,સંદેશ,બાળકનું હોમવર્ક,પ્રવૃતિઓ,નોટિસ અને જન્મદિવસની શુભેચ્છાઓ એક જ ક્લિકમાં બધા જ બાળકોને મોકલવાની વિશિષ્ઠ સુવિધા.
🦅🕸🦚🌾🍁🎋🎍
શિક્ષકે વર્ગખંડમાં કરેલું બોર્ડવર્ક દરરોજ ફોટો પાડીને મોકલાશે બાળકના ઘરે,બાળક ઘરે બેઠા લેશે નિરાંતનો શ્વાસ
👉 બાળક અગાઉથી જ ઘરેબેઠા જ મુકી શક્શે ઓનલાઇન રજા કારણ અને નોંધ સાથે✏🖊✒🖋
શિક્ષક આ રજાને કરશે એપૃવ કે ડિસએપૃવ 😇😌🥳🤩
શિક્ષકોની ઓનલાઇન રજા જેમ જ🧐🧐🤗🤝
નોંધ અને કારણ સાથે મળશે અપડેટ બાળકને ઘર બેઠા
🌈💥⛄💦🤸♀🏹🎻
રખડપટ્ટી અને રજાની રમઝટ રંગીન રમત સાથે 💦🥳🤩
👉 આ એપ્લિકેશનથી બાળકના વાલી ઘરે બેઠા બાળકની રિયલ ટાઈમ હાજરી જોઈ શકશે. (દરેક તાસમાં હાજર છે કે કેમ)
ગેરહાજર હશેતો વાલીને મેસેજ મળશે. - 🌷🦋🎓🌺
કરદેજનો કલરવ કોમળ કરકમળમાં
👉 વાલી ઘરે બેઠા જોઈ શકશે દરરોજ અપડેટ થતું ટાઈમટેબલ કેટલા વાગ્યે બાળક કયો વિષય, કયો મુદ્દો અને ક્યાં શિક્ષક શું ભણાવતા હશે એ જાણી શકશે.
🎓💎🎾
હાજરીનો હોંકારો હરદમ હયાત
-🦋🌈🎖💫🐚🌷🌺
👉👉 દરેક વિષયની ટેસ્ટના ગુણ એક જ ક્લિકમાં ઉપલબ્ધ બનશે-ટેસ્ટ માટે એપ્લિકેશનમાં અલાયદુ મેનુ
🧭🕹💯🆘 તારીખ અને વિષયવાઇઝ માર્ક્સ હવે થયા ક્લિકવગા✒🖊🖋✏📝
મૂલ્યાંકનનો મારગ મોકળો
👉 દીકરીની સંપૂર્ણ પ્રોફાઈલ કલરફુલ ફોટા અને તમામ વિગત સાથે 💓💕❣🔆
👉 સંપર્ક સેતુ
શિક્ષક,શાળા કે આચાર્ય સાથે સીધો જ સંપર્ક સેકન્ડમાં જ
જેમાં બાળક-વાલી જોઈ શકાશે દરેક શિક્ષકના નામ,સરનામાં,મોબાઈલ નંબર,ઇમેઇલ આઈડી વગેરે શિક્ષકના ફોટા સાથેની તમામ વિગત 💓💓💓💓
👉👉 સાથે જ શાળાના આકર્ષક ફોટા,લોગો અને પંચલાઈન સાથેનું સુગઠિત હોમપેજ
🐣🦚🦜🌺🌸🌹
👉👉 આ એપ્લિકેશનનો ડેમો જોવા અને ડાઉનલોડ કરવા તમારુ નામ,મોબાઈલ નંબર અને એક ફોટો 9638713080 (રોહિત ચૌહાણ) પર મોકલો અને આ અજાયબ સુવિધાનો અહેસાસ કરો)
💥💫⛄🧐🎻🥳🦚🦜
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.👇👇👇
http://bit.do/rohitchauhan-aplication
હાલ આ એપ્લિકેશન ટ્રાયલ પિરિયડમાં છે અને નવીન સુધારા સાથે નવા સત્રથી શાળાના નામથી જ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ બનશે.સુધારા વધારા ચીંધવાનું ચૂકશો નહીં
👉👉 આ પણ જાણવુ જરૂરી છે👇👇
👉આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ઇનોવેશનના ડેવલપમેન્ટ માટેનો તમામ ખર્ચ,સમય,ડેટા એન્ટ્રી અને તાલીમ અમારી શાળાના હોનહાર,જિજ્ઞાસુ અને ઉત્સાહી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ પોતાના દરેક ઇનોવેશન જેમ જ દાતા,વાલી,બાળક કે શાળાગ્રાન્ટમાંથી એક રાતી પાય પણ લીધા વગર પોતાના પગારમાંથી સ્વ ખર્ચે કર્યો છે એ સ્વાભિમાન અને ગૌરવ અમારું આનંદઅમૃત બની રહ્યું છે.⛷🏂🤾🏻♀🕺👯🏽♂🌹🌺💓
અમારા પરમમિત્ર અને સાથીશિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ ને ખોબે અને ધોબે અભિનંદન. દીકરીઓના ઉન્નત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમના સપનાઓ સાકાર કરવા માટે પરમકૃપાળુ આમ જ શક્તિ અર્પણ કરતા રહે એવી પ્રાર્થના સાથે સંનિષ્ઠ સારસ્વતોને સો સો સલામ🙏🙏🙏🙏
🙏અમે આભારી છીએ Alpha Softwareની ટીમને જેણે આ સુવિધા સૌને ભેટ ધરી છે.🙏
🎋🦜🌈💥💥💥
માત્ર એક જ દિવસમાં શાળાની 144 દીકરીઓમાંથી 106 દિકરીઓએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા બદલ શાળા પરિવાર દીકરીઓ અને વાલીઓના આ સ્પોર્ટમંત્ર માટે આભાર વ્યક્ત કરે છે. 💓🌹🙏
કરદેજના કૌવતને શેર કરજો.
Subscribe to:
Posts (Atom)