રોહિત ચૌહાણ આયોજિત
શ્રી કરદેજ કન્યાશાળા માં યોજાયો અદ્ભૂત અદ્વિતીય અને અનુપમ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
💎🌻🎊💎🙏💦🌈💫
સંજયભાઈ રામાનુજ,(ચીફ ઓફિસર-સંતરામપુર, પંકજભાઈ જોશી ( યુવા કરિયર એકેડમી) અને સંજયભાઈ મકવાણા (સંવેદના પરિવાર,અને BPTI પ્રોફેસર) ત્રણેય મુખ્ય વક્તાઓ એ ખરા અર્થમાં દૈદીપ્યમાન અને જુસ્સાદાર વક્તવ્ય અને ઉદ્દબોધનથી સૌને ભાવવિભોર કરીને રાસમગ્ન કર્યા અને યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડ્યો એ સદાય અવિસ્મરણીય બની રહેશે. (કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ભુકા કાઢી નાખ્યા)😄😄
💐🌷🌹🌺🌸🌻🌾
કુલ ચાડા ચાર કલાક કાર્યક્રમ ચાલ્યો પણ કોઈ ઉભું થઈને બહાર ગયું નહીં એટલો વિવેક,સંસ્કાર ઉત્સાહ,જુસ્સો અને જિજ્ઞાસા એ બધું નોંધપાત્ર અને કાબિલે-દાદ રહ્યું એ વક્તાઓના જ્ઞાનપ્રકાશ અને અઢળક અનુભવ અને કરદેજની ઉજળી સંસ્કારિતા અને સ્વયંશિસ્તને જ આભારી છે. 🙏👋🤲🤝✋🙏
કરદેજ ગામના તમામ આગેવાનોએ પૂર્ણ સમય સુધી કાર્યક્રમમાં રોકાઈને ઉમદા વડીલાઈનો પરિચય કરાવ્યો અને સૌને પ્રોત્સાહિત કર્યા.ઊંચા દરજ્જાના આગેવાનો સદાય પ્રેરણા પુરી પાડશે
🤝🤝🙏👍🙏🙏
આ સેમિનારમાં 122 યુવાન ભાઈ બહેનો અને એકડે ઠેઠ માનવમેદનીએ (મેદાન ટૂંકું પડ્યું એટલા)લોકોએ ઉત્સાહથી ભાગ લઈને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો.જેમાં 5 બહેનો પાલીતાણા, 3 તળાજા,કાનપર,મેલાણા,વરતેજ,નેસડા,ઊંડવી,કમળેજ, નવાગામ,ચોગઠ અને સીદસર વગેરે વિધવિધ ગામોમાંથી દૂર-સુદુરથી હાજરી આપી એ નવાઈ સાથે આનંદની મંગળ ઘડી બની રહી
💝💓💞💕❣
કરદેજ ગામના સરકારી નોકરિયાતો અને હિરલાઓ અને વિરલાઓના શિલ્ડ અને ગૌરવ પુરસ્કાર અર્પણ કરીને સત્કાર અને અભિવાદનનો કાર્યક્રમ દમદાર અને પ્રેરક રહ્યો...
🏆🥈🥉🎖🏅🎗🏆
સંજયભાઈ ખમલ (પોલીસ સબ ઇન્સ્પેકટર,PSI, ભાવનગર) નું વિશિષ્ઠ અને અદ્વિતીય સન્માન આંખોને ભીંજવનારું રહ્યું એ અલગ અનુભૂતિ અને અહેસાસ હૃદયમાં કાયમ અંકિત રહીને પ્રેરણા પુરી પાડશે.
🏆🥇🥈🥉🥈🥇🏆
મારી શાળાની દિકરીઓએ 4 દિવસ ખડે પગે રહીને ઉમદા ઉત્સાહ અને અનુપમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને અઢળક અને મનોહર સર્જનથી કાર્યક્રમને દિપાવ્યો એ આનંદ અને ઋણાનુબંધ નિત્યનૂતન ઉર્જા પુરી પાડશે.
🏆🥇🥈🥉🎖🎗
સમોસા અને આઈસ્ક્રીમનો અલ્પાહાર સૌ સાથે લેવાનો અનેરો ઉપક્રમ ટાઢક અને આનંદ આપી ગયો એ વિશેષ સૌભાગ્ય રહ્યું.
🍞🍚🍙🍿🍫🍬🍭🍮
ગુંજયું કરદેજ.... વિકસ્યું કરદેજ 🏹🥊🏄🏼🤹♀🏆🥇
આ કાર્યક્રમને સફળ બનાવવા કરદેજના નિલેશ મકવાણા,જીતેશ મકવાણા,ધવલ,હાર્દિક,નીતિન,મેહુલ,હિતેશ,વિશાલ,દર્શન,ગોપાલ અને અનેક યુવા મિત્રોની રાત દિવસની જહેમત અને અથાગ અને અથાક પરિશ્રમ કાયમ પટારા પડ્યા રહેતા ડાયમન્ડ નેકલેસ ની માફક સ્મૃતિમાં જીવનપર્યંત યાદગાર સંભારણું બની સચવાય રહેશે એ કાર્યક્રમનો ચોખ્ખો નફો બની રહેશે.🎤🎸🎺🎷🥁
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગાર સૌ સ્નેહીજનો,આગેવાનો,મહેમાનો,શાળાની વિદ્યાર્થીનીઓ અને વક્તાઓ સૌનો સાદર આભાર
👏👏👏🙏🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
(તા.જી.ભાવનગર)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgR4cPEBtJ0B-Z3FIhyphenhyphenHBeOwtkbUhxcaF7yZWE9csPTP6XHKk74srRhWWODc8hPpGL9G7TxSSdbG3dh_SmC6ugNpzKpHa8HJgni_orQe5tRQbSO7Matf1Obb6d-QtXSIq02XCHYnJph49s/s400/IMG-20190503-WA0017.jpg)
1 comment:
Nice , Your content very helpfull
Post a Comment