👑🎓🦋🌾🐚🎍🌸🌺
શ્રી કરદેજ કન્યાશાળા ની દીકરીઓએ બહેનપણીને જન્મદિવસ માટે રંગીન કાગળો અને સંગીન ઉત્સાહ સાથે શુભેચ્છા કાર્ડનું સર્જન કર્યું અને આ નિત્ય ક્રમ બનશે અને હવેથી રોજ પ્રાર્થના કાર્યક્રમમાં બર્થડે ગર્લ ને દીકરીઓએ લાડ થી બનાવેલા કાર્ડ થી બહેનપણીનો જન્મદિવસ તેમના માટે કૃષ્ણ જન્મોત્સવ જેવો યાદગાર બની રહે એ માટે અનુકરણીય અને પ્રેરક કામગીરી કરવા માટે અમે સર્વે હોનહાર દિકરીઓ ના ખરા દિલથી આભારી છીએ..... આ બધી જ ટબુડીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.
🥳🧚♂🕺🏻🧤👑🦋🐋🦚🦜
૬ થી ૮ ધોરણની તમામ દીકરીઓએ મારો પડ્યો બોલ ઝીલ્યો અને સર્જકતાની પ્રેરક કેડી કંડારી.અમારી શાળાની આ હોનહાર દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કામ કરે એ જોઈને એક શિક્ષક તરીકે હર એક વખતે પાશેર લોહી ચડે છે💪💪💪
આ ઉમદા અને ઉત્સાહપૂર્ણ કાર્ય માં જરૂરી તમામ મટીરીયલ સ્વખર્ચે પૂરું પાડવાનું મને સૌભાગ્ય મળતું રહે છે એ મારા ઉત્સાહને પણ ઉર્ધ્વગામી બનાવે છે એ ઈશ્વર કૃપા જ કહેવાય....🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
મો.નં.- 963871380
1 comment:
Get la times crossword answer daily and free. Visit our site Click Here.
Post a Comment