Pages
અમારું દર્પણ
![અમારું દર્પણ](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4su00-ev52dyrpzIkHi0L5kKvFX6dAJyZUPVKh44y_f5esj5p0vi1ZBF_IYj8R9924n4kOTdzLNGemVb-mLSmbl5aasNRN31oqhHvKCywCCp3x6JbKx1dHLHOJ5034LfJLX2_kj9wCRA/s1098/%25E0%25AA%25B2%25E0%25AB%258B%25E0%25AA%2597%25E0%25AB%258B.png)
January 2, 2020
અંગ્રેજી રમત ક્રિયાપદો અને એક્ટિંગ...રમતા રમતા જ્ઞાન ગોષ્ઠી
*શ્રી કરદેજ કન્યાશાળા* માં
*અંગ્રેજીનો આનંદ ઉત્સાહવર્ધક એક્ટિવિટી દ્વારા*
🍿🍩🏂🪁⛷🎖🎗🪂🏵🏏
*ભાર વગરનું અંગ્રેજી ભણતર-ખરા અર્થમાં*
*વિલાયતી ભાષાને રમતી અને ગમતી કરવાનો મારો શોખ*
🍭🦜🐣🏸🏃♀🦋👉🍅🍿
*રમતા રમતા ભણવાનો અને ભણતા ભણતા રમવાનો અમારો અનેરો અને અવિરત ઉપક્રમ પ્રેરક અને આનંદદાયક બની રહે છે.*
🦚🦜🥇🍫🌺🏓👇⛄🤴🙀🦜🌹
*ધોરણ ૭માં પાઠ ૧માં આવતી ક્રિયાપદો અને એક્શન વર્બ એક્ટિવિટી ખૂબ જ ઉલ્લાસપૂર્વક રમવામાં આવી...દીકરીઓએ ખૂબ જ તત્પરતા અને આનંદપૂર્વક ભાગ લીધો.*
🍭🏒🐣🏸🏃♀🏹🦚👨🦯🏓
*ઉમદા ઉદ્દેશ*👇👇👇👇
👉 *આ પ્રવર્તિઓ દ્વારા શિક્ષણકાર્યથી બાળકોમાં ખૂબ જ વિષય પરત્વે રસ જોવા મળ્યો જે ખૂબ જ પૂરક સાબિત થાય છે અને અંગ્રેજી વિષય ગમતો અને સહેલો લાગે છે.*
🐅🐤🦁🐯🥪🌹🌽🪁🏂🦚
👉 *ક્રિયાપદો અને એક્શન વર્બનો પરિચય રમતા રમતા થાય છે અને તેનો અર્થ જાણીને અને વ્યવહારમાં ઉપયોગ કરતા થાય છે.*
🏉🏒🏹🤸♂🍩⛷🎖🎗🏏🏵
👉 *બાળકોને ચિઠ્ઠીમાં લખેલ એક્શન અને એક્ટિંગ કરવાની હોય તેથી તેમની શરમ અને સંકોચ દૂર થાય છે જે બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ નિર્ણાયક બને છે.*
👨🦯🏓🐣🦜🍭🪂🤸♂🏹🏏
👉 *બાળકો સરળતાથી અંગ્રેજી વાંચન અને અંગ્રેજી બોલવાનો મહાવરો કરી શકે છે અને અંગ્રેજી પ્રત્યેનો હાઉ અને ડર દૂર થાય છે.*
🪂🍭🦜🐣🦜🍭🪂🤸♂🏹🏏
*અને ખાસ બાળકોને (મારા) કંટાળાજનક પિરિયડમાંથી આ ગેમ પૂરતી મારા બકવાસ અને કસક્સવાળા શિક્ષણકાર્યમાંથી મુક્તિ મળે છે.*😛😛😛
🌹🍭🏒🦜🐣🏸🏃♀🏹
*ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ધોરણ ૬થી૮ ની તમામ લાડકી દીકરીઓને ખોબલે ખોબલે મારા અભિનંદન*
🙈🙉🙊🙊🙉🙈🙊🙉🙈🙊👇👇
*ક્લાસમાં કાયમ ચૂપ અને મૂંગીમંતર રહેતી તમામ દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ રજુઆત કરે છે એ જોઈને હૈયું સંતોષ અને આનંદની હેડકી ખાય છે એ આ વીડિયો અને ફોટામાં જોવા લાયક છે.... અચૂક નિહાળજો.*
🦋🐅🐤🦁🐯🥪🥕🍅🌽🍿🍩🍪
*ગામડાના બાળકોના ભાષાદોષ,લોકબોલી અને શબ્દદોષ સુધારીને વાંચવા અને સમજવા સાદર અનુરોધ...)*
🏹🏒🏉🏏🪂🤸♂🏂🪁⛷🎖🎗🏵
*ગમતાનો ગુલાલ-નિત્ય નૂતન*
*આ ગેમ અને એક્ટિવિટીની ચિઠ્ઠી આપ સૌ શિક્ષકો માટે સપ્રેમ ...નીચેની લિંક પરથી મેળવજો* 👇👇👇
https://drive.google.com/open?id=1BZXYT-inP-4dccbZddIvqnyhUN8w6jNnosEoiWZblrU
*રોહિત ચૌહાણ*
*અંગ્રેજી શિક્ષક*
*શ્રી કરદેજ કન્યાશાળા*
*(તા.જી.ભાવનગર)*
*મો.નં. -9638713080
July 25, 2019
ઉત્સાહપૂર્વક અંગ્રેજીની ચિઠ્ઠી રમત રમતી અમારી ઢીંગલીઓ
આજે શાળામાં રમતા રમતા અંગ્રેજી શીખવવા માટેની અઢળક પ્રવૃતિઓમાંથી Chit Ball Dish Ball ગેમ રમાડવામાં આવી જેમાં અગ્રેજી શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪૦ અલગ અલગ સામાન્ય સુચનો અને પ્રશ્નોવાલી ચિઠ્ઠીઓને એક ગ્લાસ નીચે મુકીને તેના પર એક થાળી મુકવામાં આવી અને બાળકોના બે ગ્રુપ દ્વારા (એક મીડીયમ લર્નર અને એક હોશિયાર બાળક,જેથી એક બીજાનેશીખવી શકે) અમુક ચોક્કસ અંતરથી દડાને ફેંકીને ગ્લાસન અને થાળીને જો પાડી દેવામાં આવે તો ગ્લાસની નીચે રહેલી ચિઠ્ઠી તે ગ્રુપને આપી દેવામાં આવે જેમાં એક અંગ્રેજીની ધોરણ અને બાળકોના લેવલ મુજબ એક સામાન્ય પ્રશ્ન લખેલો અહોય જેનો બલકે શક્ય એટલી ઝડપથી ચિઠ્ઠીની પાછળ જવાબ લખીને શાળાના અંગ્રેજીના શિક્ષકને બતાવવામાં આવે અને જો જવાબ સાચો હોય તો ફરીવાર તે ગ્રુપને બોલ આપવામાં આવે આવી રીતે ૧ કલાકના અંતે જે ગ્રુપના બાળકો સૌથી વધારે સાચા જવાબવાળી ચિઠ્ઠી ભેગી કરે અને સૌથી વધારે સાચા જવાબ આપે એ ગ્રુપને શાલાની પ્રાર્થના સભામાં અંગ્રેજી શિક્ષક તરફથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર ગ્રુપને સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવે છે.બાળકોએ ડર વખતની જેમ જ આ રમતમાં જે જુસ્સાપુર્વક ભાગ લે છે એ ખુબ જ આનંદની વાત છે.......રમતા રમતા ૧૪૦ પ્રશ્નોના જવાબ મળી જાય,બાળક અંગ્રેજીનું અર્થઘટન કરતુ થાય,પીયરગ્રૂપ લર્નિંગ દ્વારા સૌ રમે સૌ શીખે ના મંત્રનાદ સાથે જ્ઞાન અને ગમ્મત વાળી અંગ્રેજીની રમત શાળા કાર્યમાં ખુબ પરિણામ વર્ધક સાબિત થઇ છે.
આ ચિઠ્ઠીઓની પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
July 12, 2019
જન્મદિવસ શુભેચ્છા કાર્ડ -ઉલ્લાસ અને આનંદની ક્ષણો બહેનપણીને સંગ
આનંદની પળો, ઉલ્લાસની ક્ષણો - સર્જકતા સંગ
👑🎓🦋🌾🐚🎍🌸🌺
શ્રી કરદેજ કન્યાશાળા ની દીકરીઓએ બહેનપણીને જન્મદિવસ માટે રંગીન કાગળો અને સંગીન ઉત્સાહ સાથે શુભેચ્છા કાર્ડનું સર્જન કર્યું અને આ નિત્ય ક્રમ બનશે અને હવેથી રોજ પ્રાર્થના કાર્યક્રમમાં બર્થડે ગર્લ ને દીકરીઓએ લાડ થી બનાવેલા કાર્ડ થી બહેનપણીનો જન્મદિવસ તેમના માટે કૃષ્ણ જન્મોત્સવ જેવો યાદગાર બની રહે એ માટે અનુકરણીય અને પ્રેરક કામગીરી કરવા માટે અમે સર્વે હોનહાર દિકરીઓ ના ખરા દિલથી આભારી છીએ..... આ બધી જ ટબુડીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.
🥳🧚♂🕺🏻🧤👑🦋🐋🦚🦜
૬ થી ૮ ધોરણની તમામ દીકરીઓએ મારો પડ્યો બોલ ઝીલ્યો અને સર્જકતાની પ્રેરક કેડી કંડારી.અમારી શાળાની આ હોનહાર દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કામ કરે એ જોઈને એક શિક્ષક તરીકે હર એક વખતે પાશેર લોહી ચડે છે💪💪💪
આ ઉમદા અને ઉત્સાહપૂર્ણ કાર્ય માં જરૂરી તમામ મટીરીયલ સ્વખર્ચે પૂરું પાડવાનું મને સૌભાગ્ય મળતું રહે છે એ મારા ઉત્સાહને પણ ઉર્ધ્વગામી બનાવે છે એ ઈશ્વર કૃપા જ કહેવાય....🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
મો.નં.- 963871380
👑🎓🦋🌾🐚🎍🌸🌺
શ્રી કરદેજ કન્યાશાળા ની દીકરીઓએ બહેનપણીને જન્મદિવસ માટે રંગીન કાગળો અને સંગીન ઉત્સાહ સાથે શુભેચ્છા કાર્ડનું સર્જન કર્યું અને આ નિત્ય ક્રમ બનશે અને હવેથી રોજ પ્રાર્થના કાર્યક્રમમાં બર્થડે ગર્લ ને દીકરીઓએ લાડ થી બનાવેલા કાર્ડ થી બહેનપણીનો જન્મદિવસ તેમના માટે કૃષ્ણ જન્મોત્સવ જેવો યાદગાર બની રહે એ માટે અનુકરણીય અને પ્રેરક કામગીરી કરવા માટે અમે સર્વે હોનહાર દિકરીઓ ના ખરા દિલથી આભારી છીએ..... આ બધી જ ટબુડીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.
🥳🧚♂🕺🏻🧤👑🦋🐋🦚🦜
૬ થી ૮ ધોરણની તમામ દીકરીઓએ મારો પડ્યો બોલ ઝીલ્યો અને સર્જકતાની પ્રેરક કેડી કંડારી.અમારી શાળાની આ હોનહાર દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કામ કરે એ જોઈને એક શિક્ષક તરીકે હર એક વખતે પાશેર લોહી ચડે છે💪💪💪
આ ઉમદા અને ઉત્સાહપૂર્ણ કાર્ય માં જરૂરી તમામ મટીરીયલ સ્વખર્ચે પૂરું પાડવાનું મને સૌભાગ્ય મળતું રહે છે એ મારા ઉત્સાહને પણ ઉર્ધ્વગામી બનાવે છે એ ઈશ્વર કૃપા જ કહેવાય....🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
મો.નં.- 963871380
June 15, 2019
May 18, 2019
સ્પર્ધાત્મક પરીક્ષા ફ્રી માગદર્શન સેમિનાર
રોહિત ચૌહાણ આયોજિત
શ્રી કરદેજ કન્યાશાળા માં યોજાયો અદ્ભૂત અદ્વિતીય અને અનુપમ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
💎🌻🎊💎🙏💦🌈💫
સંજયભાઈ રામાનુજ,(ચીફ ઓફિસર-સંતરામપુર, પંકજભાઈ જોશી ( યુવા કરિયર એકેડમી) અને સંજયભાઈ મકવાણા (સંવેદના પરિવાર,અને BPTI પ્રોફેસર) ત્રણેય મુખ્ય વક્તાઓ એ ખરા અર્થમાં દૈદીપ્યમાન અને જુસ્સાદાર વક્તવ્ય અને ઉદ્દબોધનથી સૌને ભાવવિભોર કરીને રાસમગ્ન કર્યા અને યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડ્યો એ સદાય અવિસ્મરણીય બની રહેશે. (કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ભુકા કાઢી નાખ્યા)😄😄
💐🌷🌹🌺🌸🌻🌾
કુલ ચાડા ચાર કલાક કાર્યક્રમ ચાલ્યો પણ કોઈ ઉભું થઈને બહાર ગયું નહીં એટલો વિવેક,સંસ્કાર ઉત્સાહ,જુસ્સો અને જિજ્ઞાસા એ બધું નોંધપાત્ર અને કાબિલે-દાદ રહ્યું એ વક્તાઓના જ્ઞાનપ્રકાશ અને અઢળક અનુભવ અને કરદેજની ઉજળી સંસ્કારિતા અને સ્વયંશિસ્તને જ આભારી છે. 🙏👋🤲🤝✋🙏
કરદેજ ગામના તમામ આગેવાનોએ પૂર્ણ સમય સુધી કાર્યક્રમમાં રોકાઈને ઉમદા વડીલાઈનો પરિચય કરાવ્યો અને સૌને પ્રોત્સાહિત કર્યા.ઊંચા દરજ્જાના આગેવાનો સદાય પ્રેરણા પુરી પાડશે
🤝🤝🙏👍🙏🙏
આ સેમિનારમાં 122 યુવાન ભાઈ બહેનો અને એકડે ઠેઠ માનવમેદનીએ (મેદાન ટૂંકું પડ્યું એટલા)લોકોએ ઉત્સાહથી ભાગ લઈને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો.જેમાં 5 બહેનો પાલીતાણા, 3 તળાજા,કાનપર,મેલાણા,વરતેજ,નેસડા,ઊંડવી,કમળેજ, નવાગામ,ચોગઠ અને સીદસર વગેરે વિધવિધ ગામોમાંથી દૂર-સુદુરથી હાજરી આપી એ નવાઈ સાથે આનંદની મંગળ ઘડી બની રહી
💝💓💞💕❣
કરદેજ ગામના સરકારી નોકરિયાતો અને હિરલાઓ અને વિરલાઓના શિલ્ડ અને ગૌરવ પુરસ્કાર અર્પણ કરીને સત્કાર અને અભિવાદનનો કાર્યક્રમ દમદાર અને પ્રેરક રહ્યો...
🏆🥈🥉🎖🏅🎗🏆
સંજયભાઈ ખમલ (પોલીસ સબ ઇન્સ્પેકટર,PSI, ભાવનગર) નું વિશિષ્ઠ અને અદ્વિતીય સન્માન આંખોને ભીંજવનારું રહ્યું એ અલગ અનુભૂતિ અને અહેસાસ હૃદયમાં કાયમ અંકિત રહીને પ્રેરણા પુરી પાડશે.
🏆🥇🥈🥉🥈🥇🏆
મારી શાળાની દિકરીઓએ 4 દિવસ ખડે પગે રહીને ઉમદા ઉત્સાહ અને અનુપમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને અઢળક અને મનોહર સર્જનથી કાર્યક્રમને દિપાવ્યો એ આનંદ અને ઋણાનુબંધ નિત્યનૂતન ઉર્જા પુરી પાડશે.
🏆🥇🥈🥉🎖🎗
સમોસા અને આઈસ્ક્રીમનો અલ્પાહાર સૌ સાથે લેવાનો અનેરો ઉપક્રમ ટાઢક અને આનંદ આપી ગયો એ વિશેષ સૌભાગ્ય રહ્યું.
🍞🍚🍙🍿🍫🍬🍭🍮
ગુંજયું કરદેજ.... વિકસ્યું કરદેજ 🏹🥊🏄🏼🤹♀🏆🥇
આ કાર્યક્રમને સફળ બનાવવા કરદેજના નિલેશ મકવાણા,જીતેશ મકવાણા,ધવલ,હાર્દિક,નીતિન,મેહુલ,હિતેશ,વિશાલ,દર્શન,ગોપાલ અને અનેક યુવા મિત્રોની રાત દિવસની જહેમત અને અથાગ અને અથાક પરિશ્રમ કાયમ પટારા પડ્યા રહેતા ડાયમન્ડ નેકલેસ ની માફક સ્મૃતિમાં જીવનપર્યંત યાદગાર સંભારણું બની સચવાય રહેશે એ કાર્યક્રમનો ચોખ્ખો નફો બની રહેશે.🎤🎸🎺🎷🥁
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગાર સૌ સ્નેહીજનો,આગેવાનો,મહેમાનો,શાળાની વિદ્યાર્થીનીઓ અને વક્તાઓ સૌનો સાદર આભાર
👏👏👏🙏🙏🙏🙏🙏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
(તા.જી.ભાવનગર)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgR4cPEBtJ0B-Z3FIhyphenhyphenHBeOwtkbUhxcaF7yZWE9csPTP6XHKk74srRhWWODc8hPpGL9G7TxSSdbG3dh_SmC6ugNpzKpHa8HJgni_orQe5tRQbSO7Matf1Obb6d-QtXSIq02XCHYnJph49s/s400/IMG-20190503-WA0017.jpg)
Subscribe to:
Posts (Atom)