"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

May 30, 2017

દિવ્યભાસ્કર સમાચારપત્રમાં કરદેજ કન્યાશાળાનો લેખ

શ્રી કરદેજ કન્યાશાળાની ઇનોવેટીવ પ્રવૃતિઓ અને શિક્ષણ કાર્યમાં ટેકનોલોજીના ઉપયોગ ની ઝલક આપતો દિવ્ય ભાસ્કર સમાચારપત્ર (તારીખ-૨૯/૦૫/૨૦૧૭-ભાવનગર આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયો લેખ.શાળા પરિવાર અને દીકરીઓને થઇ અઢળક અભિનંદન વર્ષા    -રોહિત ચૌહાણ



           સંપૂર્ણ લેખ જોવા અહી ક્લિક કરો

 

May 24, 2017

ગુણોત્સવ અંગ્રેજી એન્ડ્રોઇડ એપ

 આગામી ગુણોત્સવને ધ્યાનમાં રાખીને અમારી શાળાની દીકરીઓએ અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરે એવી એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.જે ધોરણ ૮ અંગ્રેજી ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તક આધારિત બહુવિકલ્પીય સવાલો (  MCQs) આપવામાં આવ્યા છે.અને ચાર વિકલ્પો માંથી જવાબ પસંદ કરીને આપશો એટલે સાચો જવાબ લીલા કલરમાં અને ખોટો જવાબ લાલ કલરમાં દર્શાવે છે.ટેસ્ટ કરીને અભિપ્રાય  આપવા વિનંતી.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.   વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......