"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

બાળવાર્તા

કરદેજ કન્યાશાળા પરિવાર ના પ્રણામ ....

રમત ૧, ટપાલ બોક્ષ
આ રમતમા 10 થી 30 બાળકો રમી શકે.વર્તુળ બનાવી વર્તુળ પર બાળકોને બેસાડવા.
બાળકો પોતાની આસપાસનાં ગામના નામ બોલશે. એ નામ યાદ રાખશે. એ રીતે બધા બાળકો બોલશે. બોલેલુ નામ ફરી વખત બીજાએ બોલવુ નહી. એક બાળક દુર જશે જે દાવ આપનાર બનશે. દાવ આપનારે રમનાર બાળકો ન દેખાય તે રીતે ઉભુ રહેવું. તથા અવાજ પણ ન સંભળાય તટલું દુર ઉભુ રહેવું.
રમતનો નયક અથવા શિક્ષક કોઈ પણ એક બાળક નું ગામ નક્કી કરશે . દા.ત. રાજપુરા તો બંધા બાળકો ખબર પડે તે રીતે જણાવશે. પણ દાવ આપનાર ને ખબર નહી પડે.
પછી તાળીઓ પાડી દાવ આપનાર ને બોલાવમાં આવશે. હવે તેને કહવામાં આવશે, કે રાજપુરા ટપાલ દઈ આવો.
દાવ આપનાર ને હવે જે બાળક રાજપુરા ગામ બોલ્યો હોય તે ની આગળ પીઠ રાખી બેસી રાજપુરા રાજપુરા એમ બે વખત બોલશે.
જો પાછળ બેઠેલા; બાળક નું ગામ રાજપુરા જ હશે તો દાવ આપનાર ની પીઠ પાછળ હળવી ટપલી મારી રાજપુરા રાજપુરા બોલી દાવ દેવા જશે.
પણ જો દાવ આપનાર તે ને બદલે ભૂલ થી અન્ય જગ્યાએ બેસશે (દા,ત,ગાંધિનગર) તો.. ગાંધિનગર વાળા બાળક દાવ આપનાર તેમના ગામનું નામ બોલશે. પછી આગળ કોઈ અન્ય બાળક પાસે જશે. આમ “રાજપુર” ગામ ને શોધી કાઢશે. આ માટે દાવ અકપનાર ને ત્રણ તક આપી શકાય. આ રમત માં રાજ્યો, જીલ્લા, દેશો કે ખંડો ના નામ રાખી શકાય છે.

રમત-૨, સફરજન ખાઉ ( ફળ ખાઉ)

આ રમત ટપાલ બોક્ષ ની જેમ જ રમાડવાની છે. ફેર એટલો કે ગામના નામની બદલે ફળોના ના રાખવાના છે.
આ વખતે દાવ આપનાર બાળક રમનારની સામે આવીને બેસશે. પોતાનો એક હાથ લાંબો કરી ને જે ફળ હોય તે ફળનુ ના બોલી દા.ત સફરજન તો સફરજન ખાઉ સફરજન ખાઉ એમ બે વખત બોલશે.
દાવ અપનાર મુઠીથી સીક્કો મારે તેમ દાવ આપનારની હથેલીમાં બે ટપલી આપશે અને પોતાના ફળનુ નામ બોલશે.
જો એજ ફળ હશેતો ફળ બોઅલનાર દાવ આપનાર બનશે. અને રમત આગળ વધેશે.
• આજ રમત પ્રાણીઓનાં નામની રાખી શકાય .


રમત 3. ટપલી દાવ.

આ રમતમા દસ, વીસ, ત્રીસ કે પચાસ સુધી બાળકો રમી શકે. બાળકોને વર્તુળમા બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. દાવ આપનાર બાળક વર્તુળ ફરતો દોડશે, અને બેઠેલામાંથી કોઈપણ એક બાળક ની પીઠ પર હળવેથી ટપલી મારી અને ટપલી બોલી આગળ દોડવા માંડશે. હવે જેને ટપલી મળી છે તે દાવ આપનાની વિરૂધ્ધ દિશામાં દોડશે. આમ બે વ્યકિત દોડતા હશે. એક જ્ગ્યા ખાલી હશે. તેમાંથી જે પહેલા આવે તે બેસી જશે. અને બિજો દાવ આપનાર બનશે. આમ આ રમત આગલ ચાલું ચાલું રહેશે. આ રમત મેદાનમાં કે વર્ગખંડમા રમાડી શકાય છે

રમત 4. બંદુક પથ્થર

આ રમત માં બાળકોને વર્તુળમાં બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. રમતનાં શરતો નક્કી કરવામા આવશે. જો બંદુક એમ બોલે તો તમારે તરત જ સામે બંદુકની એકશન કરવી. જો પથ્થર તો જીલવા(કેય)ની એકશન કરવી. હવે દાવ આપનાર વર્તુળની અંદર બેઠેલા કોઈ બાળક પાસે ખુબ જ ઝડપથી બંદુક અથવા પથ્થરની એકશન કરશે. અને તરતજ સામે બેઠેલ બાળક નિયમ મુજબ પ્રતિ કિયાકરશે. જો સામે એકશન કરવામાં ભૂલ થાય તો તે બાળક દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.
આ રમતમાં બાળકને ત્વરિત નિર્ણય શક્તિ, ચપળતા, એકગ્રતા અને ઝડપ જેવા ગુણો વિકશે છે.

રમત 5. વાધ સસલુ

બંદુક પથ્થર ની જેમજ આ રમત રમાડવાની છે. પણ વાધ વખતે જોરથી વાધનો આવજ કરી વાધની એકશન કરવી. અને સસલા વખતે માથા પર બે હાથથી સસલાની ક્રિયા કરવી. હવે દાવ આપનાર વાધની એકશન કરે ત્યારે જતું રહે જતુ રહે એવી એકશન કરવી. નક્કી કરેલ ક્રિયામાં ભૂલ તાય તો બેઠેલ બાળકમાંથી દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.


15 થી 50 જેટલા બાળકો આ રમત રમી શકશે. આ રમત આ ટપલી દાવની જેમ રમાડવાની છે. વર્તુળમાં બાળકો એકબીજાના હાથ પક્ડી ઉભા રાખવા. હવે બે બાળકો હાથાજોડીમાં નીકળી દાવ આપનાર બનશે. હવે જોડીના નીકળનાર બાળકો વર્તુળમાં ફરતા દોડશે. એમાંથી હાથાજોડીમાં ઉભેલા બાળકોની હાથપર (હાથ પકડેલ જગ્યા પર)હળવેથી મારશે, અને કટીન્ગ ધ કેક બોલી દોડવા માંડશે. જેની વચ્ચે કટીન્ગ ધ કેક મળી છે, તે બે બાળકો ઝડપથી દાવ આપનારની વિરૂધ દિશામાં દોડવા લાગશે. આમ બે જોડી દોડતી હશે તેમાથી જે પહેલા આવે તે વર્તુ ળમાં ઉભા રહી જશે. અને બાકી શહેલા બાળકો દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.

રમત 7 કાગળ, પથ્થર, કાતર .

આ રમતમા 8થી 30 સુધી બાળકો રમી રમી શકે. બે ટીમ પાડવી. ટીમ પાડપા બાદ બન્ને ટીમ ના લિડરો નક્કી કરવા. બન્‍ને ‍ટિમ સામ સામે મો રહે તેમ કતારમાં ઉભા રખવા. ત્યાર બાદ રમતના નિયમો સમજાવવા. આ રમતમાં એક નાયક અથવા શિક્ષક રમાડી શક્શે.
હવે દરેક શબ્દની એકશન સમજી લઈએ.
a. કાગળ માટે હથેળી લાંબી કરવી.
b. પથ્‍થર માટે મુઠ્ઠીવાળી હાથ લાંબો કરવો.
c. પેલી અને બિજી આંગળી થી કાતર ની નીશાની બનાવી હાથ લાંબો કરવો.
c. આમ ત્રણેય નિશાની સમજ્યા બાદ હવે કોણ જીતી જાય તે સમજીએ.
Ø કાગળ અને પથ્થર તો કાગળ વિજેતા
Ø કાતર કાગળને કાપશે તો કાતર વિજેતા.
Ø પથ્થર અને કાતર તો પથ્થર વિજેતા કારણ કે પથ્થરથી કાતર ભાંગી જશે.
આ નિયમ સમજાવ્યા બાદ, હવે બન્ને ટીમ પાછળ ફરી જશે. કેપ્ટન ખાનગીમાં પોતાની ટિમ જોઈ શકે તે રીતે પોતાની એકશન નક્કી કરશે. બીજી ટીમ પણ (કાગળ, કાતર કે પથ્થ) ની એકશન નક્કી કરશે. નાયક કે શિક્ષક સૂચના આપશે એકે.... દો..... તીન.... તીન બોલતાની સાથે જ બંન્ને ટીમ સામસામે ફરશે. અને નાક્કી કરેલ એકશન હાથ લાંબો કરી કરશે.
જે વિજેતા થાય તેને એક ગુણ મઇશે. આ રીતે આ રમત આગળ ચાલશે.

રમત 8. મેમરી ગેમ

10 થી 35 જેટલા બાળકો આ રમત રમી શકેp. આ રમતમાં બાળકો વર્તુળમાં બસાડવા. હવે દરેક બાળક ફળનાં નામ બોલશે . દા.ત. 1 નંબર નો ખેલાડી કેરી બોલશે, તો બાજુમા બેઠેલ બીજા નંબર નો ખેલાડી કેરી બોલશે અને પોતાને બોલવાના ફળનું નામ બોલશે. દા.ત. કેળુ. એટલે કે કેરી કેળુ. હવે ત્રણ નંબર નો ખેલાડી કેરી, કેળુ, દાડમ. ચોથા નંબરનો ખેલાડી કેરી, કેળુ, દાડમ, બદામ. આમ આગળ આ રમત વધતી જાશે. શરૂઆતમાં એક બે વખત બાળકો ને આ રમત અધરી લાગશે. પણ પછી તો ખુબ જ મજા આવશે. અને ફળો ના નામ યાદ રાખી બોલવા લાગશે. અા રમતથી યાદશક્તિ, એકગ્રશક્તિ કેળવાય છે. બાળકોને ફળો નાં નામ જાણવા મળે છે. આ રમતમાં ફળો એતો માત્ર ઉદારણ જ છે, પણ શાકભાજી, પશું, પક્ષીઓ, અનાજ, કઠોળ વગેરે નાં નામો લઈ શકાય. આજ રમત અંગ્રેજી હિન્દી શબ્દોમાં પણ રમાડી શકાય

રમત 9 અગડમ બગડમ

આ રમત વર્ગ ખંડમાં કે વર્ગ ખંડની બહાર પણ રમાડી શકાય. 10 કરતા વધારે ગમે તેટલા બાળકો આ રમત રમી શકે. આ રમત માં બાળકો વર્તુ ળમાં બેસી જશે. કોઈ એક બાળકથી ગીનતી શરૂ કરવામાં આવશે. પણ તે પહેલા એકાનો કોઈ એક પાડો નક્કી કરવામાં આવશે. દા.ત. ત્રણ એકાના પાડામા 3, 6, 9, 12, આવે ત્‍યારે અગડમ બગડમ અથવા રામ કે ગાંધીજી એમ બોલવું. શબ્દ કોઈ પણ રાખી શકાય. પછી રમત શરૂકરવી. વર્તુળ માં બેઠેલા બકળકો એક બે અગડમ ચાર.... પાંચ.... અગડમ બગડમ સાત. આમ વર્તુળમાં બેઠેલા બાળકો બેલશે. કોઈ પણ પછી ઘડીયો બદલવામાં આવશે. આમ આ રમત શરૂં રહેશે. વર્ગખંડમાં આ રમત આળકોને ગમે છે.

રમત 10 ચાલો નાટક નાટક રમીએ

ઘણી વખત બાળકો કોઈની નકલ કરીને નાટક કરતા હોય છે. બાળકોને આ પ્રવૃતિ ગમે છે. નાટક સહજરીતે કરતા હોય છે.
નાટક રમતા રમતા કરવાનું છે. બળકોની આસપાસની પરીસ્થિતીનો ખ્યાલ આવે છે. બાળકોની અભિવ્યકિત ખિલે છે. મૌલિકપણે અને સહજતાથી બોલે છે. બાળકને ત્‍વરિત બોલવાનું થાય છે. આથી કોઈ સંવાદો ગોખ્યા વગર જ હસી મજાકમા એક નાટકની સ્ક્રિપ તૈયાર થઈ જાય. બાળકોને વર્તુળમાં બેસાડી વર્તુળની એક બાજુ એક ખુરશી ગોઠવવી.

રમત 11. રામ રાવણ :

આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ શકે. આ રમત મેદાનમાં એક મધ્ય રેખા દોરવી. મધ્ય રેખાની બન્ને બાજુ આઠ દશ કુટના અંતરે બિજી રેખા દોરવી. જે હદ રેખા કહીશું. બે ટુકટી પાડવી. અને એક નાયક નક્કી કરવો. હવે બન્ને ટુકડી મધ્ય રેખા થી એકાદ કુટ પોતે પોતાના મેદાનમા ઉભો રહેશે. (આકૃતિમાં બતાવ્યા મુજબ ) હવે રમત શરૂ થશે. એક ટુકડી રામ બનશે અને બિજી ટુકડી રાવણ બનશે. અન્‍ય નામ પણ રાખી શકાય. કાગ કાબર. નાયક લાંબા અવાજમાં રા........ બોલશે પછી.......મ અથવા........વણ એમ બેમાંથી એક બોલશે. જો રામ બોલે તો રાવણ ટુકડી ભાગશે. અને રામ ટુકડી રાવણ ટુકડીને હદ રેખા સુધીમાં પકડવા જશે. રામ ટુકડી પકડી પાડે તો રાવણેની ટુકડીમાંથી તેટલા ખેલડી બદથશે. આ નિયમ રામની ટુકડી પણ લગું પડશે.
આ રમતથી ત્વરિત નિર્ણયશક્તિ, ચપળતા, ઝડપ, એકાગ્રતા ખિલે છે. આવા ગુણોનો વિકાશ આવિ રમતો રમાડવાથી સહજતાથી થાય છે.

રમત 12. સંગીત – કુંડાળા

આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ સકશે. સંગીત ખુરશીની જેમ જ આ રમત રમાડવામાં આવશે. બાળકોની સંખ્યાના પ્રમાણમા કુંડાળા દોરવા. અને થાળી કે ખંજરી વગાડવા માટે શિક્ષક અથવા નાયક અવળું ફરીને ઊભો રહેશે. હવે તે થાળી વગાડશે એટલે બાળકો આકૃતિ માં બતાવેલ દોડવાની જ્ગ્યામાં દોડવા લાગશે. એકા-એક થાળી વગાડનાર બાળક થાળી વગાડવાનું બંધ કરી દેશે. એટલે બાળકો દોડીને ગમેતે કુંડાળામાં ઊભા રહી જશે. ત્યાર બાદ એક કુંડાળુ ભુસવામાં આવશે. અને ફરી થાળી વગાડવામાં આવશે. બાળકો બતાવેલ જ્ગ્યામાં દોડવા લાગશે. આમ દર વખતે એક એક કંડાળું ભુસવા માં આવશે.
આ રમતમાં ખુરશી ભેગી કરવાનીય માથાકુટ નહી. અને ગમે તેટલીસંખ્યા ભાગ લઈ શકે. આ ખુબ મજાની અને આનંદ આપનારી રમત છે
 

No comments: