"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

July 25, 2019

ઉત્સાહપૂર્વક અંગ્રેજીની ચિઠ્ઠી રમત રમતી અમારી ઢીંગલીઓ


 આજે શાળામાં રમતા રમતા અંગ્રેજી શીખવવા માટેની અઢળક પ્રવૃતિઓમાંથી Chit Ball Dish Ball ગેમ રમાડવામાં આવી જેમાં અગ્રેજી શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪૦ અલગ અલગ સામાન્ય સુચનો અને પ્રશ્નોવાલી ચિઠ્ઠીઓને એક ગ્લાસ નીચે મુકીને તેના પર એક થાળી મુકવામાં આવી અને બાળકોના બે ગ્રુપ દ્વારા (એક મીડીયમ લર્નર અને એક હોશિયાર બાળક,જેથી એક બીજાનેશીખવી શકે) અમુક ચોક્કસ અંતરથી દડાને ફેંકીને ગ્લાસન અને થાળીને જો પાડી દેવામાં આવે તો ગ્લાસની નીચે રહેલી ચિઠ્ઠી તે ગ્રુપને આપી દેવામાં આવે જેમાં એક અંગ્રેજીની ધોરણ અને બાળકોના લેવલ મુજબ એક સામાન્ય પ્રશ્ન લખેલો અહોય જેનો બલકે શક્ય એટલી ઝડપથી ચિઠ્ઠીની પાછળ જવાબ લખીને શાળાના અંગ્રેજીના શિક્ષકને બતાવવામાં આવે અને જો જવાબ સાચો હોય તો ફરીવાર તે ગ્રુપને બોલ આપવામાં આવે આવી રીતે ૧ કલાકના અંતે જે ગ્રુપના બાળકો સૌથી વધારે સાચા જવાબવાળી ચિઠ્ઠી ભેગી કરે અને સૌથી વધારે સાચા જવાબ આપે એ ગ્રુપને શાલાની પ્રાર્થના સભામાં અંગ્રેજી શિક્ષક તરફથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર ગ્રુપને સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવે છે.બાળકોએ ડર વખતની જેમ જ આ રમતમાં જે જુસ્સાપુર્વક ભાગ લે છે એ ખુબ જ આનંદની વાત છે.......રમતા રમતા ૧૪૦ પ્રશ્નોના જવાબ મળી જાય,બાળક અંગ્રેજીનું અર્થઘટન કરતુ થાય,પીયરગ્રૂપ લર્નિંગ દ્વારા સૌ રમે સૌ શીખે ના મંત્રનાદ સાથે જ્ઞાન અને ગમ્મત વાળી અંગ્રેજીની રમત શાળા કાર્યમાં ખુબ પરિણામ વર્ધક સાબિત થઇ છે.


આ ચિઠ્ઠીઓની પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો




















July 12, 2019

જન્મદિવસ શુભેચ્છા કાર્ડ -ઉલ્લાસ અને આનંદની ક્ષણો બહેનપણીને સંગ

આનંદની પળો, ઉલ્લાસની ક્ષણો - સર્જકતા સંગ
👑🎓🦋🌾🐚🎍🌸🌺
શ્રી કરદેજ કન્યાશાળા ની દીકરીઓએ  બહેનપણીને જન્મદિવસ માટે રંગીન કાગળો અને સંગીન ઉત્સાહ સાથે શુભેચ્છા કાર્ડનું સર્જન કર્યું અને આ નિત્ય ક્રમ બનશે અને હવેથી રોજ પ્રાર્થના કાર્યક્રમમાં બર્થડે ગર્લ ને દીકરીઓએ લાડ થી બનાવેલા કાર્ડ થી બહેનપણીનો જન્મદિવસ તેમના માટે કૃષ્ણ જન્મોત્સવ જેવો યાદગાર બની રહે એ માટે અનુકરણીય અને પ્રેરક કામગીરી કરવા માટે અમે સર્વે હોનહાર દિકરીઓ ના ખરા દિલથી આભારી છીએ..... આ બધી જ ટબુડીઓને ઢગલાબંધ શુભેચ્છાઓ.
🥳🧚‍♂🕺🏻🧤👑🦋🐋🦚🦜

 ૬ થી ૮ ધોરણની તમામ દીકરીઓએ મારો પડ્યો બોલ ઝીલ્યો અને સર્જકતાની પ્રેરક કેડી કંડારી.અમારી શાળાની આ હોનહાર દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કામ કરે એ જોઈને એક શિક્ષક તરીકે હર એક વખતે પાશેર લોહી ચડે છે💪💪💪

આ ઉમદા અને ઉત્સાહપૂર્ણ કાર્ય માં જરૂરી તમામ મટીરીયલ સ્વખર્ચે  પૂરું પાડવાનું મને સૌભાગ્ય મળતું રહે છે એ મારા ઉત્સાહને પણ ઉર્ધ્વગામી બનાવે છે એ ઈશ્વર કૃપા જ કહેવાય....🙏🙏🙏🙏

    રોહિત ચૌહાણ
    અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
મો.નં.- 963871380