આજે શાળામાં રમતા રમતા અંગ્રેજી શીખવવા માટેની અઢળક પ્રવૃતિઓમાંથી Chit Ball Dish Ball ગેમ રમાડવામાં આવી જેમાં અગ્રેજી શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪૦ અલગ અલગ સામાન્ય સુચનો અને પ્રશ્નોવાલી ચિઠ્ઠીઓને એક ગ્લાસ નીચે મુકીને તેના પર એક થાળી મુકવામાં આવી અને બાળકોના બે ગ્રુપ દ્વારા (એક મીડીયમ લર્નર અને એક હોશિયાર બાળક,જેથી એક બીજાનેશીખવી શકે) અમુક ચોક્કસ અંતરથી દડાને ફેંકીને ગ્લાસન અને થાળીને જો પાડી દેવામાં આવે તો ગ્લાસની નીચે રહેલી ચિઠ્ઠી તે ગ્રુપને આપી દેવામાં આવે જેમાં એક અંગ્રેજીની ધોરણ અને બાળકોના લેવલ મુજબ એક સામાન્ય પ્રશ્ન લખેલો અહોય જેનો બલકે શક્ય એટલી ઝડપથી ચિઠ્ઠીની પાછળ જવાબ લખીને શાળાના અંગ્રેજીના શિક્ષકને બતાવવામાં આવે અને જો જવાબ સાચો હોય તો ફરીવાર તે ગ્રુપને બોલ આપવામાં આવે આવી રીતે ૧ કલાકના અંતે જે ગ્રુપના બાળકો સૌથી વધારે સાચા જવાબવાળી ચિઠ્ઠી ભેગી કરે અને સૌથી વધારે સાચા જવાબ આપે એ ગ્રુપને શાલાની પ્રાર્થના સભામાં અંગ્રેજી શિક્ષક તરફથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર ગ્રુપને સ્વ ખર્ચે ઇનામ આપવામાં આવે છે.બાળકોએ ડર વખતની જેમ જ આ રમતમાં જે જુસ્સાપુર્વક ભાગ લે છે એ ખુબ જ આનંદની વાત છે.......રમતા રમતા ૧૪૦ પ્રશ્નોના જવાબ મળી જાય,બાળક અંગ્રેજીનું અર્થઘટન કરતુ થાય,પીયરગ્રૂપ લર્નિંગ દ્વારા સૌ રમે સૌ શીખે ના મંત્રનાદ સાથે જ્ઞાન અને ગમ્મત વાળી અંગ્રેજીની રમત શાળા કાર્યમાં ખુબ પરિણામ વર્ધક સાબિત થઇ છે.
આ ચિઠ્ઠીઓની પી.ડી.એફ.ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો