"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

May 18, 2019

સ્પર્ધાત્મક પરીક્ષા ફ્રી માગદર્શન સેમિનાર

 
રોહિત ચૌહાણ આયોજિત
શ્રી કરદેજ કન્યાશાળા માં યોજાયો અદ્ભૂત અદ્વિતીય અને અનુપમ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

💎🌻🎊💎🙏💦🌈💫

સંજયભાઈ રામાનુજ,(ચીફ ઓફિસર-સંતરામપુર, પંકજભાઈ જોશી ( યુવા કરિયર એકેડમી) અને સંજયભાઈ મકવાણા (સંવેદના પરિવાર,અને BPTI પ્રોફેસર) ત્રણેય મુખ્ય વક્તાઓ એ ખરા અર્થમાં દૈદીપ્યમાન અને જુસ્સાદાર વક્તવ્ય અને ઉદ્દબોધનથી સૌને ભાવવિભોર કરીને રાસમગ્ન કર્યા અને યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડ્યો એ સદાય અવિસ્મરણીય બની રહેશે. (કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ભુકા કાઢી નાખ્યા)😄😄
💐🌷🌹🌺🌸🌻🌾

કુલ ચાડા ચાર કલાક કાર્યક્રમ ચાલ્યો પણ કોઈ ઉભું થઈને બહાર ગયું નહીં એટલો વિવેક,સંસ્કાર ઉત્સાહ,જુસ્સો અને જિજ્ઞાસા એ બધું નોંધપાત્ર અને કાબિલે-દાદ રહ્યું એ વક્તાઓના જ્ઞાનપ્રકાશ અને અઢળક અનુભવ અને કરદેજની ઉજળી સંસ્કારિતા અને સ્વયંશિસ્તને જ આભારી છે. 🙏👋🤲🤝✋🙏


કરદેજ ગામના તમામ આગેવાનોએ પૂર્ણ સમય સુધી કાર્યક્રમમાં રોકાઈને ઉમદા વડીલાઈનો પરિચય કરાવ્યો અને સૌને પ્રોત્સાહિત કર્યા.ઊંચા દરજ્જાના આગેવાનો સદાય પ્રેરણા પુરી પાડશે
 🤝🤝🙏👍🙏🙏


આ સેમિનારમાં 122 યુવાન ભાઈ બહેનો અને એકડે ઠેઠ માનવમેદનીએ (મેદાન ટૂંકું પડ્યું એટલા)લોકોએ ઉત્સાહથી ભાગ લઈને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો.જેમાં 5 બહેનો પાલીતાણા, 3 તળાજા,કાનપર,મેલાણા,વરતેજ,નેસડા,ઊંડવી,કમળેજ, નવાગામ,ચોગઠ અને સીદસર વગેરે વિધવિધ ગામોમાંથી દૂર-સુદુરથી હાજરી આપી એ નવાઈ સાથે આનંદની મંગળ ઘડી બની રહી
💝💓💞💕❣


કરદેજ ગામના સરકારી નોકરિયાતો અને હિરલાઓ અને વિરલાઓના શિલ્ડ અને ગૌરવ પુરસ્કાર અર્પણ કરીને સત્કાર અને અભિવાદનનો કાર્યક્રમ દમદાર અને પ્રેરક રહ્યો...
🏆🥈🥉🎖🏅🎗🏆
સંજયભાઈ ખમલ (પોલીસ સબ ઇન્સ્પેકટર,PSI, ભાવનગર) નું વિશિષ્ઠ અને અદ્વિતીય સન્માન આંખોને ભીંજવનારું રહ્યું એ અલગ અનુભૂતિ અને અહેસાસ હૃદયમાં કાયમ અંકિત રહીને પ્રેરણા પુરી પાડશે.
🏆🥇🥈🥉🥈🥇🏆
મારી શાળાની દિકરીઓએ 4 દિવસ ખડે પગે રહીને ઉમદા ઉત્સાહ અને અનુપમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને અઢળક અને મનોહર સર્જનથી કાર્યક્રમને દિપાવ્યો એ આનંદ અને ઋણાનુબંધ નિત્યનૂતન ઉર્જા પુરી પાડશે.

🏆🥇🥈🥉🎖🎗
સમોસા અને આઈસ્ક્રીમનો અલ્પાહાર સૌ સાથે લેવાનો અનેરો ઉપક્રમ ટાઢક અને આનંદ આપી ગયો એ વિશેષ સૌભાગ્ય રહ્યું.
🍞🍚🍙🍿🍫🍬🍭🍮

ગુંજયું કરદેજ....  વિકસ્યું કરદેજ 🏹🥊🏄🏼🤹‍♀🏆🥇

આ કાર્યક્રમને સફળ બનાવવા કરદેજના નિલેશ મકવાણા,જીતેશ મકવાણા,ધવલ,હાર્દિક,નીતિન,મેહુલ,હિતેશ,વિશાલ,દર્શન,ગોપાલ અને અનેક યુવા મિત્રોની રાત દિવસની જહેમત અને અથાગ અને અથાક પરિશ્રમ કાયમ પટારા પડ્યા રહેતા ડાયમન્ડ નેકલેસ ની  માફક સ્મૃતિમાં જીવનપર્યંત યાદગાર સંભારણું બની સચવાય રહેશે એ કાર્યક્રમનો ચોખ્ખો નફો બની રહેશે.🎤🎸🎺🎷🥁

પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગાર સૌ સ્નેહીજનો,આગેવાનો,મહેમાનો,શાળાની વિદ્યાર્થીનીઓ અને વક્તાઓ સૌનો સાદર આભાર
👏👏👏🙏🙏🙏🙏🙏


   રોહિત ચૌહાણ
   અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
  (તા.જી.ભાવનગર)



















March 11, 2019

એન્ડ્રોઇડ એપ્લીકેશન ડીજીટલ ડાયરી


શ્રી કરદેજ કન્યાશાળા એ લોન્ચ કરી સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ડિજિટલ કલાસ માટેની ડિજિટલ ડાયરી

શ્રી કરદેજ કન્યાશાળાના અંગ્રેજી શિક્ષક રોહિતભાઈ ચૌહાણની એક  અદકેરી અને અનુપમ એન્ડ્રોઇડ એપ્લિકેશન
🌺💥🥳🦚🦜🏂⛄🔆🤾🏻‍♀🏹

શ્રી કરદેજ કન્યાશાળા (તા.જી.ભાવનગર) એ સરકારી પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડિજિટલ ઇનોવેશન  (અમારી એક જ શાળામાં 18 ડિજિટલ ઇનોવેશન અને ગુજરાતમાં સૌ પ્રથમ કેટેગરીના 6 ઇનોવેશન સમગ્ર ગુજરાતમાં પ્રથમ )કરીને દીકરીઓના *ડિજિટલ ઘડતર માટે સુવિખ્યાત છે ત્યારે હાલમાં જ અમે દીકરીઓના વાલી અને બાળક ઘરે બેઠા જ શાળાની તમામ કામગીરી કરી શકે એવી નવીન પ્રકારની એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરીને શિક્ષણમાં એક નવી કલગી ઉમેરી છે.
🕺🏃‍♀🎓🎒🦅🦋🦚🦚

આ એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશિષ્ઠ હોવાના કારણો અને પુરાવા 👇👇👇

🦚🏹🌷🌹 એક ઝલક સુવિધાની 👇👇

👉👉 બાળક સાથે જીવંત અને અવિરત સંપર્ક માટે ખાસ ડિઝાઇનવાળું અને સહેતુક મેસેજ મેનુ જેમાં વોટ્સઅપ-ટેલિગ્રામ જેમ જ બાળક સાથે ટુ-વે કમ્યુનિકેશન. શિક્ષક મોકલી શકશે મેસેજ જેમાં ફોટા,વિડીયો,ઓડિયો,પીડીએફ,લિંક,વર્ડ,એકસેલ અને તમામ ફોર્મેટ આપ લે કરવાની નવીનતમ સગવડ 🥎🎯💯🕹🧭🎓
બાળક કરશે દિલની વાત જે જોવા મળશે માત્ર શિક્ષકને ડાયરેકટ એડમીન એપમાં

શિક્ષક બધાને એક જ ક્લિકમાં મોકલશે મટિરિયલ્સ જે બાળકને વ્યક્તિગત મળશે.

 બાળકને તમામ મટીરીયલ મળશે ઘરે બેઠા
📞📡🎯♟🛎🔗
સંપર્ક સેતુનો શ્વાસ અને સહવાસ સતત અને સતેજ
🏹🦜🌺🥳🤗🤝🌈🤸‍♀
👉 શાળાની તમામ સૂચનાઓ,સંદેશ,બાળકનું હોમવર્ક,પ્રવૃતિઓ,નોટિસ અને જન્મદિવસની શુભેચ્છાઓ એક જ ક્લિકમાં બધા જ બાળકોને મોકલવાની વિશિષ્ઠ સુવિધા.
🦅🕸🦚🌾🍁🎋🎍

શિક્ષકે વર્ગખંડમાં કરેલું બોર્ડવર્ક દરરોજ ફોટો પાડીને મોકલાશે બાળકના ઘરે,બાળક ઘરે બેઠા લેશે નિરાંતનો શ્વાસ

👉 બાળક અગાઉથી જ ઘરેબેઠા જ મુકી શક્શે ઓનલાઇન રજા કારણ અને નોંધ સાથે✏🖊✒🖋
શિક્ષક આ રજાને કરશે એપૃવ કે ડિસએપૃવ 😇😌🥳🤩
શિક્ષકોની ઓનલાઇન રજા જેમ જ🧐🧐🤗🤝
 નોંધ અને કારણ સાથે મળશે અપડેટ બાળકને ઘર બેઠા
🌈💥⛄💦🤸‍♀🏹🎻

રખડપટ્ટી અને રજાની રમઝટ રંગીન રમત સાથે 💦🥳🤩

👉 આ એપ્લિકેશનથી બાળકના વાલી ઘરે બેઠા બાળકની રિયલ ટાઈમ હાજરી જોઈ શકશે. (દરેક તાસમાં હાજર છે કે કેમ)
ગેરહાજર હશેતો વાલીને મેસેજ મળશે. - 🌷🦋🎓🌺
કરદેજનો કલરવ કોમળ કરકમળમાં

👉 વાલી ઘરે બેઠા જોઈ શકશે દરરોજ અપડેટ થતું ટાઈમટેબલ કેટલા વાગ્યે બાળક કયો વિષય, કયો મુદ્દો અને ક્યાં શિક્ષક શું ભણાવતા હશે એ જાણી શકશે.
🎓💎🎾
હાજરીનો હોંકારો હરદમ હયાત
-🦋🌈🎖💫🐚🌷🌺

👉👉 દરેક વિષયની ટેસ્ટના ગુણ એક જ ક્લિકમાં ઉપલબ્ધ બનશે-ટેસ્ટ માટે એપ્લિકેશનમાં અલાયદુ મેનુ
🧭🕹💯🆘 તારીખ અને વિષયવાઇઝ માર્ક્સ હવે થયા ક્લિકવગા✒🖊🖋✏📝

મૂલ્યાંકનનો મારગ મોકળો


👉 દીકરીની સંપૂર્ણ પ્રોફાઈલ કલરફુલ ફોટા અને તમામ વિગત સાથે 💓💕❣🔆

👉 સંપર્ક સેતુ
શિક્ષક,શાળા કે આચાર્ય સાથે સીધો જ સંપર્ક સેકન્ડમાં જ
જેમાં બાળક-વાલી જોઈ શકાશે દરેક શિક્ષકના નામ,સરનામાં,મોબાઈલ નંબર,ઇમેઇલ આઈડી વગેરે શિક્ષકના ફોટા સાથેની તમામ વિગત 💓💓💓💓

👉👉 સાથે જ શાળાના આકર્ષક ફોટા,લોગો અને પંચલાઈન સાથેનું સુગઠિત હોમપેજ
🐣🦚🦜🌺🌸🌹

👉👉 આ એપ્લિકેશનનો ડેમો જોવા અને ડાઉનલોડ કરવા તમારુ નામ,મોબાઈલ નંબર અને એક ફોટો  9638713080 (રોહિત ચૌહાણ) પર મોકલો અને આ અજાયબ સુવિધાનો  અહેસાસ કરો)

💥💫⛄🧐🎻🥳🦚🦜

આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.👇👇👇

http://bit.do/rohitchauhan-aplication

હાલ આ એપ્લિકેશન ટ્રાયલ પિરિયડમાં છે અને નવીન સુધારા સાથે નવા સત્રથી શાળાના નામથી જ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ બનશે.સુધારા વધારા ચીંધવાનું ચૂકશો નહીં

👉👉 આ પણ જાણવુ જરૂરી છે👇👇

👉આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ઇનોવેશનના ડેવલપમેન્ટ માટેનો તમામ ખર્ચ,સમય,ડેટા એન્ટ્રી અને તાલીમ અમારી શાળાના હોનહાર,જિજ્ઞાસુ અને ઉત્સાહી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ પોતાના દરેક ઇનોવેશન જેમ જ દાતા,વાલી,બાળક કે શાળાગ્રાન્ટમાંથી એક રાતી પાય પણ લીધા વગર પોતાના પગારમાંથી સ્વ ખર્ચે કર્યો છે એ સ્વાભિમાન અને ગૌરવ અમારું આનંદઅમૃત બની રહ્યું છે.⛷🏂🤾🏻‍♀🕺👯🏽‍♂🌹🌺💓

અમારા પરમમિત્ર અને સાથીશિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ ને ખોબે અને ધોબે અભિનંદન. દીકરીઓના ઉન્નત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમના સપનાઓ સાકાર કરવા માટે પરમકૃપાળુ આમ જ શક્તિ અર્પણ કરતા રહે એવી પ્રાર્થના સાથે સંનિષ્ઠ સારસ્વતોને સો સો સલામ🙏🙏🙏🙏

🙏અમે આભારી છીએ Alpha Softwareની ટીમને જેણે આ સુવિધા સૌને ભેટ ધરી છે.🙏
🎋🦜🌈💥💥💥
માત્ર એક જ દિવસમાં શાળાની 144 દીકરીઓમાંથી 106 દિકરીઓએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા બદલ શાળા પરિવાર દીકરીઓ અને વાલીઓના આ સ્પોર્ટમંત્ર માટે આભાર વ્યક્ત કરે છે. 💓🌹🙏

કરદેજના કૌવતને શેર કરજો.

November 7, 2018

દિવાળી કાર્ડનું અદકેરું સર્જન

શ્રી કરદેજ કન્યાશાળા એ  ઉજવી દિવાળી રંગીન ઉત્સાહને સંગ🌈🌈

🌷🌷શાળાની દિકરીઓનું અઢળક દિવાળી કાર્ડ નું  અભૂતપૂર્વ અદ્ભૂત અને અદકેરું સર્જન💐💐

🎯💫💎💥 * દિકરીઓએ રજાના દિવસોમાં યોજ્યો સ્વયં સર્જન સેમિનાર અને કલાના કામણ પાથર્યા અને કરી કસબી કમાલ🏵🌺🥁

 👇👇 આ વાંચીને નવાઈ લાગશે🥁🥁

👉⛳🤹‍♀ દિકરીઓએ રજાના દિવસે શાળામાં દિવાળી કાર્ડ સર્જનનો અનોખો કાર્યક્રમ સ્વયંભૂ યોજ્યો અને 223 રંગીન અને મનોરમ્ય દિવાળી કાર્ડનું સર્જન કર્યું.🏅🎗

🥊🥊 શાળાની ધોરણ ૬ થી ૮ તમામ 163 દીકરીઓને ઘરે બેઠા બંધ કવરમાં પોસ્ટ (ટપાલ) દ્વારા મળશે દિકરીઓએ બનાવેલા દિવાળી કાર્ડ 📬📪
💐🌷🌺 શુભેચ્છાઓ શોભશે કરદેજના દ્વારે દ્વારે💓💓

🎗👉  દિકરીઓએ માત્ર બે જ દિવસમાં સર્જન કર્યું બેનમૂન કાર્ડઝનું
🖊💎🏅 કુમળા કર વડે કરી  કમાલ

🐥🏵⛳ તમામ કાર્ડઝમાં દરેક દીકરીના નામ સરનામાં અને શુભેચ્છાઓ સાથેના કમ્પ્યુટરાઈઝ કવરનું પણ સર્જન કર્યુ.

🥊🎯💎 કરદેજમાં મ્હાલશે કલરનો કલરવ આંગણે આંગણે🤹‍♀📌🎊
🌈🏅🎈 કવરની એક બાજુ છે શાળાની તમામ પ્રવૃતિઓ અને વિધવિધ ઇનોવેશનની અખબાર નોંધના વિગતવાર પ્રિન્ટેડ સમાચાર🖋🖊
🌈🏵 કરદેજમાં ટમકશે તાદશ્ય તરવરાટ તોરણે તોરણે💓🍧🌈

🌹🌴 આચાર્ય,સ્ટાફ,સી.આર.સી કૉ.,બી.આર.સી. કૉ.,કે.નીરીક્ષક અને વિવિધ ગામના વિવિધ આગેવાનોને પણ પોસ્ટમાં મોકલવામાં આવશે નૂતન વર્ષની ભાવવંદનાથી તરબતર દિકરીઓનું આ કાર્ડઝનું નવલું નઝરાણું🍬🍧

🎯🏅🎈 આ કાર્ડઝના સર્જનમાં સમગ્ર કાર્યક્રમ માટે પ્રેમ,પ્રોત્સાહન, માર્ગદર્શન અને સમય (રજાના દિવસે) અને આવશ્યક અઢળક રંગીન કાગળો,સ્ટોન,ટીકી,સ્કેચપેન,પ્રિન્ટેડ કવર,પોસ્ટલ સ્ટેમ્પ અને તમામ મટીરીયલ્સ અને શાળાના અંગ્રેજી શિક્ષક રોહિતભાઈ ચૌહાણ દ્વારા સ્વ ખર્ચે પુરૂ પાડવામાં આવ્યું છે એ વિશેષ ગર્વ અને આનંદની વાત છે.👍💫💪🤹‍♂🏆🤸‍♂⛷🏹

🌹🎊 દૈદીપ્યમાન દીકરીઓના દિલદાર દૈવત્વ અને દરકાર દ્વારા દાખલારૂપ સમર્પણ અમારા સૌ માટે દીવાદાંડી બની રહી છે🤸‍♂🤹‍♀💓🏵

🏹🌈🍧 અંતરની આકાંક્ષાઓ અને અનુપમ ઉજાસને દિશા સૂચન અને પથપ્રદર્શન થકી સંસ્કાર ઘડતરનું અમારું સપનું  *સફળ અને સુફળ થતું
જોઈને અંતર મનોમન ઓવારણાં લે એ અમારો અકલ્પનિય આનંદ બની રહ્યો છે. દીકરીઓને ઘણી ખમ્મા💓💓🌈🌈

🎈🍬🌴આ નવલા સર્જનમાં શાળાની પ્રતિભાશાળી,ધગશવાન, કર્મઠ,કર્તવ્યપરાયણતાની સાક્ષાત વામન મૂર્તિઓ સમાન શાળાની હોનહાર દીકરીઓ ખમળ રિદ્ધિ,ડાંગર ધારા,ડાંગર મનાલી,ખમળ શિવાની, અને ખમળ ક્રિશા વિ.નો આ અનુપમ ઉત્સાહ અને જબરજસ્ત જુસ્સો એ અમારા શાળા પરિવાર માટે માઇલસ્ટોન અને અનુકરણીય બની રહ્યો છે એ વિશેષ અભિનંદનને પાત્ર છે. શાળાના
🍬🎈વિવિધ કામ સબબ દોડાદોડી કરીને ઉત્સાહવર્ધક હૂંફ પુરી પાડવા બદલ મ.ભો.યો.સંચાલક અને શાળાના ડી સ્ટાફ શિક્ષક 😄 અને સેવાભાવી હમદર્દ અને બાલપ્રેમના મર્મી નિલેશભાઈ મકવાણા ની સેવાભાવનાને પણ અભિવંદિત કરીએ છીએ.💪💪

🌹💓🌈 અમારી લાડકડી સૌ બાલિકાઓને અંતરથી આશિષ અને અભિનંદન સહ આભાર🎗🌺💐

💎💪🍬🎈આ નાવીન્ય વિચારબીજના પ્રણેતા અને દીકરીઓના ઉત્સાહ અને જુસ્સાને પોતાના પ્રેમભાવ અને સંવેદનાસભર સ્વભાવ થકી ફળદાયી અને ફળીભૂત કરનાર શ્રેયાન ઉદારદિલ અને ઉત્સાહી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ ને નત મસ્તક સલામ અને દિલથી અભિનંદન.🌷💐💓

🎬🛰👇👇 તમામ ફોટાઓ ધ્યાનથી નિહાળજો.

✊🏃‍♀👑 શાળાની દિકરીઓનું ઉત્સાહ અમૃત એ અમારા માટે અર્જુનનું ગાંડીવ બની રહ્યું છે.🏹🏹

    એ જે મોરી
    આચાર્યશ્રી
કરદેજ કન્યાશાળા
(તા.જિ.-ભાવનગર)













June 22, 2018

ગુજરાતમાં સૌ પ્રથમ ઓનલાઈન મતદાન -શાળા પંચાયત ચૂંટણી-૨૦૧૮

                  ગુજરાતમાં સૌ પ્રથમ અમારું ઇનોવેશન -ઓનલાઈન મતદાન

           તારીખ ૨૫/૦૬/૨૦૧૮ ના રોજ શાળામાં યોજાશે અસલ ચૂંટણી જેમ જ શાળા પંચાયતની ચૂંટણી-બાળકો આપશે ઓનલાઈન મતદાન...ઘરે બેઠા .... તેમજ શાળામાં પણ યોજાશે ચૂંટણીનો અભૂતપૂર્વ માહોલ.......

ઓનલાઈન વોટિંગ નો ડેમો જોવા અહી ક્લિક કરો -


May 15, 2018

આજનો ભાસ્કર અમારા માટે દિવ્યરીતે આજના દિવ્યભાસ્કરમાં ચમક્યો.

અમારી શાળાની સિદ્ધિ દિવ્યભાસ્કર અને સાંજ સમાચારમાં ...
સમગ્ર ગુજરાતમાં ખુબ જ ધૂમ મચાવી આ અમારા નવતર પ્રયોગે.....

ઓનલાઈન પરિણામના અમારા નવતર પ્રયોગના સમાચાર છાપાઓમાં ગુંજતા રહ્યા.

April 10, 2018

         શ્રી કરદેજ કન્યાશાળા ના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ....
કરદેજ કન્યાશાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતો જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી સરકારી પ્રાથમિક શાળા શ્રી કરદેજ કન્યાશાળામાં અમારી વ્હાલી અને લાડકી દીકરીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘરે બેઠા મેળવી શકે એવી વેબ હોસ્ટિંગવાળું ડિજિટલ પરિણામ પોતાનો પરીક્ષા નમ્બર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે.....નીચે આપેલી લિંક માં (601 to 605) નમ્બર દાખલ કરીને ડેમો જોઈ શકાય છે....ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે.સૂચનો અને સુધારા આવકાર્ય છે.વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું....

ઓનલાઈન પરિણામ જાણવા માટે   અહીં ક્લિક કરો


August 24, 2017


વર્ગખંડમા પ્રિન્ટ કરીને લગાવવાના લર્નિંગ આઉટકમ (અધ્યન નીષ્પત્તિઓ )ના પોસ્ટર ડાઉનલોડ કરવા માટે અમારીશાળાની વેબસાઈટ www.kardejkanyashala.blogspot.in ની મુલાકાત લેવા અનુરોધ છે.....રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા



                          લર્નિગ આઉટકમ પોસ્ટર્સ
Sr. No.
Detail
View
download
1
અંગ્રેજી
2
ગુજરાતી
3
હિન્દી
4
સંસ્કૃત
5
ગણિત
6
વિજ્ઞાન
7
સામાજિક વિજ્ઞાન
8
પર્યાવરણ ૩ થી પ
9
વિશિષ્ટ કૌશલ્‍્ય
10
પુરવણી સંકલન

May 30, 2017

દિવ્યભાસ્કર સમાચારપત્રમાં કરદેજ કન્યાશાળાનો લેખ

શ્રી કરદેજ કન્યાશાળાની ઇનોવેટીવ પ્રવૃતિઓ અને શિક્ષણ કાર્યમાં ટેકનોલોજીના ઉપયોગ ની ઝલક આપતો દિવ્ય ભાસ્કર સમાચારપત્ર (તારીખ-૨૯/૦૫/૨૦૧૭-ભાવનગર આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયો લેખ.શાળા પરિવાર અને દીકરીઓને થઇ અઢળક અભિનંદન વર્ષા    -રોહિત ચૌહાણ



           સંપૂર્ણ લેખ જોવા અહી ક્લિક કરો

 

May 24, 2017

ગુણોત્સવ અંગ્રેજી એન્ડ્રોઇડ એપ

 આગામી ગુણોત્સવને ધ્યાનમાં રાખીને અમારી શાળાની દીકરીઓએ અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરે એવી એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.જે ધોરણ ૮ અંગ્રેજી ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તક આધારિત બહુવિકલ્પીય સવાલો (  MCQs) આપવામાં આવ્યા છે.અને ચાર વિકલ્પો માંથી જવાબ પસંદ કરીને આપશો એટલે સાચો જવાબ લીલા કલરમાં અને ખોટો જવાબ લાલ કલરમાં દર્શાવે છે.ટેસ્ટ કરીને અભિપ્રાય  આપવા વિનંતી.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.   વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......


April 23, 2017

વોટ્સએપ ગ્રુપ

શ્રી કરદેજ કન્યાશાળા(તા.-જી-ભાવનગર)  દ્વારા કરદેજ ગામના વાલીનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવી રહ્યું છે.જે ગ્રુપમાં શાળાની તમામ પ્રવૃતિઓ અને કાર્યક્રમોની અપડેટ્સ આપવામાં આવશે .જેમાં જોડવા માટે નીચે આપેલ લીંક ખોલી આપની વિગત ભરો.અને શાળાની દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં ભાગીદાર બનો.....શક્ય એટલા ગ્રુપમાં આ માહિતી શેર કરવા નમ્ર વિનંતી ...શ્રી કરદેજ કન્યાશાળા ડીજીટલ સ્કુલ તરફ એક કદમ......  - શ્રી કરદેજ કન્યાશાળા પરિવાર
આપની વિગત આપવા માટે અહી ક્લિક કરો