"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

April 10, 2018

         શ્રી કરદેજ કન્યાશાળા ના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ....
કરદેજ કન્યાશાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતો જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી સરકારી પ્રાથમિક શાળા શ્રી કરદેજ કન્યાશાળામાં અમારી વ્હાલી અને લાડકી દીકરીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘરે બેઠા મેળવી શકે એવી વેબ હોસ્ટિંગવાળું ડિજિટલ પરિણામ પોતાનો પરીક્ષા નમ્બર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે.....નીચે આપેલી લિંક માં (601 to 605) નમ્બર દાખલ કરીને ડેમો જોઈ શકાય છે....ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે.સૂચનો અને સુધારા આવકાર્ય છે.વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું....

ઓનલાઈન પરિણામ જાણવા માટે   અહીં ક્લિક કરો


1 comment:

Harshil darji said...

આ રીતે નમ્બર નાખી રીઝલ્ટ જોવા માટે જે સિસ્ટમ બનાવી તે સુંદર છે.. તેના સ્ટેપ કે you tyube video હોય તો પ્લીઝ જણાવશો